એશિયન ક્રિકેટ કાઉન્સીલ દ્વારા આયોજીત અંડર-૧૯ એશિયા કપની ફાઈનલ, ભારતનો મુકાબલો શ્રીલંકા સામે થશે

Sports
Sports

ભારતે આજે રમાયેલી સેમિ ફાઈનલમાં બાંગ્લાદેશ સામે ૧૦૩ રનથી પ્રભાવશાળી જીત હાંસલ કરી હતી. જ્યારે શ્રીલંકા અન્ય સેમિ ફાઈનલમાં પાકિસ્તાનને ૨૨ રનથી હરાવીને ફાઈનલમાં પ્રવેશ મેળવ્યો હતો. હવે આવતીકાલે ભારત અને શ્રીલંકા વચ્ચે રમાનારી ફાઈનલ સવારે ૧૧.૦૦ વાગ્યાથી શરૃ થશે.

શારજાહમાં રમાયેલી અંડર-૧૯ એશિયા કપની સેમિ ફાઈનલમાં બાંગ્લાદેશે ટોસ જીતીને ફિલ્ડિંગ પસંદ કરી હતી. ભારત તરફથી રાશીદે ૧૦૮ બોલમાં ૩ ચોગ્ગા અને એક છગ્ગા સાથે અણનમ ૯૦ રન નોંધાવ્યા હતા. રાશીદ અને વિકી ઓસ્ટવાલે (૧૮ બોલમાં ૨૮*) નવમી વિકેટમાં આખરી ૩૦ બોલમાં ૫૦ રનની નોટઆઉટ ભાગીદારી કરતાં ભારતના સ્કોરને ૮ વિકેટે ૨૪૩ સુધી પહોંચાડયો હતો. બાંગ્લાદેશના રકિબુલ હસને ૪૧ રનમાં ૩ વિકેટ ઝડપી હતી.

જવાબમાં ભારતીય બોલરોએ બાંગ્લાદેશના બેટ્સમેનોને સેટ થવાની તક જ આપી નહતી. રવિ કુમાર, વિકી ઓસ્ટવાલ, રાજ બાવા અને રાજવર્ધન હંગાર્ગેકરે ૨-૨ વિકેટ ઝડપી હતી. બાંગ્લાદેશ તરફથી આરીફુલ ઈસ્લામે ૪૨ રન નોંધાવ્યા હતા. તેઓ ૩૮.૨ ઓવરમાં ૧૪૦ રનમાં ઓલઆઉટ થયા હતા.

પાકિસ્તાન સામે શ્રીલંકાએ નવમા ક્રમના બેટ્સમેન યાસિરુ રોડ્રિગોના અણનમ ૩૧ અને ૧૦માં ક્રમના બેટ્સમેન પાથિરાનાના ૩૧ રનની મદદથી ૪૪.૫ ઓવરમાં ૧૪૭ રન કર્યા હતા. ઝામીરે ચાર વિકેટ ઝડપી હતી. જવાબમાં પાકિસ્તાન ૪૯.૩ ઓવરમાં ૧૨૫માં સમેટાઈ હતી. ટ્રેવિન મેથ્યુએ ૧૪ રનમાં ચાર અને વેલાલાગેએ ૩૧ રનમાં ૩ વિકેટ ઝડપી હતી. અહમદ ખાને ૩૬ રન કર્યા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.