ભારતનો આખરી ટી-20માં 73 રનથી વિજય થયો

Sports
Sports

ભારતે ત્રીજી અને આખરી ટી-20માં 73 રનથી ન્યુઝીલેન્ડને હરાવ્યું હતુ. આ સાથે ભારતે ત્રણ ટી-20ની શ્રેણીમાં વર્લ્ડ ટી-20 ચેમ્પિયનશિપની ફાઈનલ રમેલા ન્યુઝીલેન્ડનો ૩-૦થી વ્હાઈટવોશ કર્યો હતો. આ સાથે કેપ્ટન તરીકે રોહિત શર્મા અને કોચ તરીકે રાહુલ દ્રવિડે ધમાકેદાર શરૂઆત કરી હતી. કોલકાતામાં રમાયેલી શ્રેણીની ત્રીજી ટી-૨૦માં જીતવા માટેના 185ના ટાર્ગેટ સામે ન્યુઝીલેન્ડ 17.2 ઓવરમાં 111 રનમાં સમેટાયુ હતુ. જેમાં અક્ષર પટેલ પ્લેયર ઓફ ધ મેચ અને રોહિત શર્મા પ્લેયર ઓફ ધ સિરીઝ જાહેર થયો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.