પ્રથમ વન ડેમાં નવ રનથી ભારતનો સાઉથ આફ્રિકા સામેની પરાજય

Sports
Sports

મીલર (૭૫*) અને ક્લાસન (૭૪*) વચ્ચેની અણનમ ૧૩૯ રનની ભાગીદારી બાદ બોલરોના અસરકારક દેખાવને સહારે સાઉથ આફ્રિકાએ ભારતને પ્રથમ વન ડેમાં નવ રનથી પરાજય આપ્યો હતો. વરસાદના વિઘ્નને કારણે ૪૦-૪૦ ઓવરની રમાયેલી મેચમાં સાઉથ આફ્રિકાએ ચાર વિકેટે ૨૪૯ રન કર્યા હતા. જવાબમાં સેમસનના ૬૩ બોલમાં અણનમ ૮૬ રનની આક્રમક ઈનિંગ છતાં ભારત ૪૦ ઓવરમાં આઠ વિકેટે ૨૪૦ રન સુધી પહોંચી શકતાં ૯ રનથી હાર્યું હતુ.
ભારત એક તબક્કે ૫૧/૪ પર ફસડાયું હતુ. સેમસને ઐયર (૫૦) સાથે ૬૭ અને ઠાકુર (૩૩) સાથે ૬૬ બોલમાં ૯૩ રન જોડયા હતા. જોકે ટીમ જીત સુધી પહોંચી શકી નહતી. એનગિડીએ ૩ અને રબાડાએ બે વિકેટ મેળવી હતી.
અગાઉ ભારતે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડીંગ લીધી હતી. ૨૨.૨ ઓવરોમાં જ ભારતીય બોલરોએ ૧૧૦ રનમાં ચાર વિકેટ ઝડપીને પ્રભુત્વ સ્થાપિત કર્યું હતું પણ કલાસેને ૬૫ બોલમાં ૬ ચોગ્ગા અને બે છગ્ગા સાથે અણનમ ૭૪ અને ટી-૨૦ શ્રેણીમાં પણ સદી ફટકારનાર મિલર ૬૩ બોલમાં પાંચ ચોગ્ગા અને ૩ છગ્ગા સાથે અણનમ ૭૫ રન ફટકારતા સાઉથ આફ્રિકાએ ૪૦ ઓવરોમાં ૪ વિકેટે ૨૪૯ રનનો મોટો સ્કોર ખડો કર્યો હતો. તેઓએ પ્રતિઓવર ૬.૨૨ રનની રફતારથી રન બનાવ્યા હતા. કલાસેન અને મિલરે પાંચમી વિકેટની અણનમ ૧૩૯ રનની ભાગીદારી ૧૭.૪ ઓવરોમાં નોંધાવી હતી.
સાઉથ આફ્રિકાએ આખરી ૧૦ ઓવરોમાં ૮૫ અને આખરી પાંચ ઓવરોમાં ૫૪ રન ઝૂડયા હતા.
આવેશ ખાને ૮ ઓવરમાં ૫૧ રન આપ્યા હતા. ઈનિંગની ૩૮મી ઓવરમાં ૨૬ રન સાથે તે ખર્ચાળ પુરવાર થયો હતો.
બિશ્નોઈ ૮ ઓવરમાં ૬૯ સાથે સૌથી વધુ ઝૂડાયો હતો. સિરાજ પણ ૪૯ રન આપી પ્રભાવહીન રહ્યો હતો. શાર્દુલ ઠાકુરે ૩૫ રનમાં બે વિકેટ ઝડપી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.