ઈન્ડિયાએ ટોસ જીતી પહેલા બેટિંગ પસંદ કરી

Sports
Sports

T20 સિરીઝમાં ઈન્ડિયન ક્રિકેટ ટીમે ન્યૂઝીલેન્ડનો વ્હાઈટ વોશ કરી પોતાની આક્રમક છબિનો પરચો બતાવી દીધો છે. કાનપુરમાં રમાઈ રહેલી પહેલી ટેસ્ટ મેચમાં ટીમ ઈન્ડિયાએ ન્યૂઝીલેન્ડ વિરૂદ્ધ ટોસ જીતી પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે.

કેપ્ટન અજિંક્ય રહાણે મેચ પહેલા જ સ્પષ્ટપણ કહી દીધું હતું કે શ્રેયસ અય્યર ડેબ્યૂ કરશે અને અમે 3 સ્પિનર્સ સાથે મેદાનમાં ઉતરીશું. રવિચંદ્રન અશ્વિન, રવીંદ્ર જાડેજા અને અક્ષર પટેલને ટીમમાં તક મળી શકે છે. તેવામાં ન્યૂઝીલેન્ડની ટીમ પણ 3 સ્પિનર અને 2 ફાસ્ટ બોલર સાથે મેદાનમાં ઉતરશે છે.

બંને ટીમની પ્લેઇંગ-11

  • IND- શુભમન ગિલ, મયંક અગ્રવાલ, ચેતેશ્વર પુજારા, અજિંક્ય રહાણે, શ્રેયસ અય્યર, રિદ્ધિમાન સાહા, રવીંદ્ર જાડેજા, અક્ષર પટેલ, રવિચંદ્રન અશ્વિન, ઈશાંત શર્મા, ઉમેશ યાદવ
  • NZ- ટોમ લેથમ, વિલ યંગ, કેન વિલિયમ્સન, રોસ ટેલર, હેનરી નિકોલસ, ટોમ બ્લંડેલ, રચિન રવીંદ્ર, ટિમ સાઉદી, એજાઝ પટેલ, કાઈલ જેમિસન, વિલિયમ સોમરવિલે

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.