ભારત જુનિયર હોકી વર્લ્ડ કપની સેમિ ફાઈનલમાં : બેલ્જીયમને ૧-૦થી હરાવ્યું

Sports
Sports

ડિફેન્ડિંગ ચેમ્પિયન ભારતે ૧-૦થી બેલ્જીયમ સામે વિજય મેળવતા ઓડિશાના ભુવનેશ્વરમાં ચાલી રહેલા જુનિયર મેન્સ હોકી વર્લ્ડ કપની સેમિ ફાઈનલમાં પ્રવેશ મેળવી લીધો હતો. અત્યંત રોમાંચક મુકાબલામાં ભારત તરફથી બીજા ક્વાર્ટરમાં, મેચની ૨૧મી મિનિટે શારદાનંદ તિવારીએ ગોલ નોંધાવ્યો હતો. જે આખરે નિર્ણાયક સાબિત થયો હતો. આ સાથે ભારત મેન્સ જુનિયર હોકી વર્લ્ડ કપમાં પાંચમી વખત સેમિ ફાઈનલમાં પ્રવેશ્યું હતુ.

હવે ભારત સેમિ ફાઈનલમાં તારીખ ૩ ડિસેમ્બર ને શુક્રવારે જર્મની સામે ટકરાશે. જર્મનીએ સ્પેન સામેના હાઈવોલ્ટેજ મુકાબલામાં પેનલ્ટી શૂટઆઉટમાં ૩-૧થી જીત હાંસલ કરી હતી. અગાઉ જર્મની અને સ્પેન વચ્ચેની મેચ ૨-૨થી ડ્રો થઈ હતી. આર્જેન્ટીનાએ ૨-૧થી નેધરલેન્ડને હરાવીને સેમિ ફાઈનલમાં પ્રવેશ મેળવ્યો હતો. હવે તેની ટક્કર ફ્રાન્સ સામે થશે. ફ્રાન્સે મલેશિયા સામે ૪-૦થી પ્રભુત્વસભર જીત હાંસલ કરી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.