![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2024/02/ટીમને-ICC-ક્રિકેટ-વર્લ્ડ-કપ-02.jpg)
અંડર-19 સિનિયર નહીં પરંતુ જુનિયર ટીમો વચ્ચે ભારત અને ઓસ્ટ્રેલિયા ફાઇનલમાં આમને-સામને ટકરાશે
ભારતીય સિનિયર ટીમને ICC ક્રિકેટ વર્લ્ડ કપ 2023ની ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાના હાથે હારનો સામનો કરવો પડ્યો હતો. હવે ત્રણ મહિનામાં ફરી એકવાર ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ફાઈનલ મુકાબલો થવા જઈ રહ્યો છે. જોકે, આ વખતે તે સિનિયર નહીં પરંતુ જુનિયર ટીમો વચ્ચે છે. ભારત બાદ ઓસ્ટ્રેલિયાએ પણ ICC અંડર-19 વર્લ્ડ કપ 2024ની ફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે. જેમ ભારતે એક રોમાંચક મેચમાં યજમાન દક્ષિણ આફ્રિકાને હરાવ્યું હતું તેમ ઓસ્ટ્રેલિયાએ બીજી રોમાંચક સેમિફાઇનલમાં પાકિસ્તાનને એક વિકેટથી હરાવ્યું હતું. હવે 11 ફેબ્રુઆરી, રવિવારે ભારત અને ઓસ્ટ્રેલિયા ફાઇનલમાં આમને-સામને ટકરાશે.
નોંધનીય છે કે અંડર-19 વર્લ્ડ કપની ફાઇનલ મેચ રવિવારે 11 ફેબ્રુઆરી રમાશે. ભારતીય ટીમ પહેલા જ ફાઈનલમાં જગ્યા બનાવી ચૂકી છે. બેનોનીમાં તેનો સામનો ઓસ્ટ્રેલિયા સામે થશે. બીજી સેમીફાઈનલમાં ઓસ્ટ્રેલિયાએ પાકિસ્તાનને એક વિકેટથી હરાવ્યું હતું. કુલ છઠ્ઠી વખત ટાઈટલની ફાઇનલમાં પહોંચી છે. ઓસ્ટ્રેલિયા ત્રણ વખત ટાઈટલ જીતવામાં સફળ રહ્યું છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રીજી વખત ફાઈનલ મેચ રમાશે. આ પહેલા ભારતે તેને 2012 અને 2018માં હરાવ્યું હતું. ભારતે કુલ પાંચ ટાઇટલ જીત્યા છે.ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રીજી વખત ફાઈનલ મેચ રમાશે. આ પહેલા ભારતે તેને 2012 અને 2018માં હરાવ્યું હતું. ઓસ્ટ્રેલિયા ત્રણ વખત ફાઇનલમાં જીત્યું છે.
રોહિત શર્માની આગેવાની હેઠળની ભારતની વરિષ્ઠ ક્રિકેટ ટીમ, રવિવાર 19 નવેમ્બરના રોજ અમદાવાદમાં ICC મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપ 2023ની ફાઇનલમાં હારી ગઈ હતી. આવી સ્થિતિમાં, દેશવાસીઓને આશા છે કે ઉદય સહારનની કપ્તાનીવાળી ટીમ ICC અંડર-19 ક્રિકેટ વર્લ્ડ કપ 2024ની ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાને હરાવીને પાછલી ફાઇનલની હારનો બદલો લેવાનો મોકો છે.