પૂજારા ઈંગ્લિશ સ્પિનરના માથા પરથી શોટ મારશે તો અડધી મૂછ કપાવી દઈશ, અશ્વિનની ચેલેન્જ

Sports
Sports

ઓસ્ટ્રેલિયાને તેના જ ઘરમાં પરાજીત કરીને ટીમ ઈન્ડિયા ઈંગ્લેન્ડ સામે ટેસ્ટ સિરિઝ રમવા માટે તૈયારી કરી રહી છે.પાંચ ફેબ્રુઆરીથી બંને દિગ્ગજ ટીમ વચ્ચે ચાર ટેસ્ટની સિરિઝ શરુ થવાની છે.

આ સિરિઝ પહેલા જ ભારતના ઓફ સ્પિનર આર અશ્વિને પૂજારાને મજાકીયા અંદાજમાં એક અનોખી ચેલેન્જ આપી છે.અશ્વિને કહ્યુ છે કે, જો પૂજારા ઈંગ્લેન્ડ સામેની સિરિઝમાં ઈંગ્લિશ સ્પિનરોના માથા પરથી શોટ ફટકરાશે તો હું મારી અડધી મૂછ મૂંડાવી નાંખીશ.

અશ્વિનને આપેલી ચેલેન્જની સોશિયલ મીડિયામાં ભારે ચર્ચા છે.હવે પૂજારા આ ચેલેન્જને સ્વીકારે છે કે કેમ તે જોવાનુ રહે છે.ભારત સામે ટેસ્ટ સિરિઝ માટે ઈંગ્લેન્ડે પોતાની ટીમમાં મોઈન અલી સિવાય બે નવોદિત સ્પીનર જોમ બેસ અને જેક લીચને સમાવ્યા છે.તેમના માટે આ પહેલો ભારત પ્રવાસ હશે.

અશ્વિને ચેલેન્જ આપતો જે વિડિયો શેર કર્યો છે તેમાં તે બેટિંગ કોચ વિક્રમ રાઠોર સાથે વાતચીત કરી રહ્યો છે.અશ્વિનને કોચ રાઠોર કહે છે કે, હું પૂજારાને સમજાવવાની કોશીશ કરી રહ્યો છું કે કમસે કમ એક વખત તે સ્પીનરના માથા પરથી શોટ ફટકારે.જોકે હજી તે તૈયાર થયો નથી અને મને આ માટે ઘણા કારણ આપી રહ્યો છે.

એ પછી વિડિયોમાં અશ્વીન કહે છે કે, જો પૂજારા મોઈન અલી કે બીજા કોઈ સ્પિનરના માથા પરથી શોટ ફટકારશે તો હું મારી અડધી મુછ કાપીને મેચ રમવા માટે આવીશ.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.