આઇ.સી.સીએ પસંદ કરી ટી-20 વર્લ્ડકપની બેસ્ટ પ્લેઈંગ ઈલેવન

Sports
Sports

ઓસ્ટ્રેલિયા-ન્યુઝીલેન્ડ વચ્ચે ટી-20 વર્લ્ડકપના ફાઈનલ મુકાબલા બાદ આઈસીસીએ ટૂર્નામેન્ટની બેસ્ટ પ્લેઈંગ ઈલેવનની જાહેરાત કરી છે. જેમાં આરોન ફિન્ચની આગેવાનીમાં ઓસ્ટ્રેલિયાએ ફાઈનલમાં ન્યુઝીલેન્ડને 8 વિકેટે હરાવીને પ્રથમ વખત ટ્રોફી પર કબજો મેળવ્યો હતો. ક્રિકેટની સૌથી મોટી સંસ્થાએ પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમને આ ટીમની કમાન સોંપી છે. ત્યારે આ ટીમમાં ઓપનર તરીકે ડેવિડ વોર્નર અને જોશ બટલરને પસંદ કરાયા છે. જ્યારે ટીમના મીડલ ઓડરમાં ચડિયાતા ખેલાડીઓ સામેલ છે. આ ટીમમાં ત્રીજા નંબરે બાબર આઝમ,ચોથા નંબરે શ્રીલંકાનો ચરિથ અસલંકા,પાંચમા નંબરે દક્ષિણ આફ્રિકાનો એડમ માર્કરમ અને છઠ્ઠા નંબરે ઈંગ્લેન્ડનો મોઈન અલીનો સમાવેશ થયેલો છે. જ્યારે બોલરોમા વાનિંદુ હસરંગા,એડમ ઝેમ્પા,જોશ હેઝલવુડ,ટ્રેન્ટ બોલ્ટ અને એનરિચ નોર્ત્ઝેને પસંદ કર્યા છે. આઈસીસીએ આ ટીમના 12મા ખેલાડીના રૂપમાં પાકિસ્તાનના ફાસ્ટ બોલર શાહિન શાહ આફ્રિદીને પસંદ કર્યા છે. ડેવિડ વોર્નર,જોશ બટલર,બાબર આઝમ (કેપ્ટન),ચરિથ અસલંકા,એડેન માર્કરમ,મોઈન અલી,વાનિંદુ હસરંગા,એડમ ઝેમ્પા,જોશ હેઝલવુડ,ટ્રેન્ટ બોલ્ટ,એનરિચ નોર્ત્જે,શાહિન આફ્રિદી (12મો ખેલાડી) બન્યો છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.