Hockey Asia Cup 2022: જાપાનને હરાવી ભારતે જીત્યો બ્રોન્ઝ મેડલ

Sports
Sports

એશિયા કપ 2022માં (Hockey Asia Cup 2022) ભારતીય હૉકી ટીમ બ્રોન્ઝ મેડલ જીતવામાં સફળ રહી છે. બુધવારના જકાર્તામાં રમાયેલી મેચમાં ભારતીય ટીમે જાપાનને 1-0થી હરાવ્યું. ભારત તરફથી મેચનો એકમાત્ર ગોલ રાજ કુમાર પાલે મેચની સાતમી મિનિટમાં કર્યો. ગોલ્ડ મેડલ માટે કોરિયા અને મલેશિયા વચ્ચે મુકાબલો થશે.

આ વિશ્વ કપ માટેની ક્વોલિફાયર ટૂર્નામેન્ટ


આ પ્રતિષ્ઠિત ટૂર્નામેન્ટ આગામી વર્ષે થનારા વિશ્વ કપ માટે ક્વોલિફાયર ટૂર્નામેન્ટ છે. જો કે ભારતીય ટીમ યજમાન હોવાના કારણે પહેલાથી જ ક્વોલિફાઈ કરી ચૂકી છે. લીગ મુકાબલાઓ માટે ભારતને જાપાન, પાકિસ્તાન અને યજમાન ઇન્ડોનેશિયાની સાથે પૂલ-Aમાં જગ્યા મળી હતી. તો મલેશિયા, કોરિયા, ઓમાન અને બાંગ્લાદેશને પૂલ-Bમાં રાખવામાં આવ્યા હતા. પછી ભારત ઉપરાંત સુપર-4 સ્ટેજમાં જાપાન, સાઉથ કોરિયા અને મલેશિયાએ જગ્યા બનાવી.

મલેશિયા અને કોરિયા સામેની મેચ ડ્રો રહી

ત્યારબાદ સુપર-4 સ્ટેજની પહેલી મેચમાં જાપાનને 2-1થી હરાવ્યું હતું. ત્યારબાદ મલેશિયા સામે 3-3થી ડ્રો રમી. ત્યારબાદ સુપર-4 સ્ટેજની ત્રીજી મેચમાં ભારતનો કોરિયા સાથેનો મુકાબલો 4-4થી ડ્રો રહ્યો હતો જેથી ભારતીય ટીમ ફાઇનલ માટે ક્વોલિફાઈ નહોતી કરી શકી.

સીનિયર ખેલાડીઓને આપવામાં આવ્યો હતો આરામ

ભારતીય ટીમે આ ટૂર્નામેન્ટ માટે નિયમિત કેપ્ટન મનપ્રીત સિંહ સહિત અનેક સીનિયર ખેલાડીઓને રેસ્ટ આપ્યો હતો. ટીમની કેપ્ટનસી વિરેન્દ્ર લાકડાએ સંભાળી હતી. તો પૂર્વ કેપ્ટન સરદાર સિંહ કોચની ભૂમિકામાં જોવા મળ્યા. એશિયા કપની ગત સીઝન 2017માં રમાઈ હતી, ત્યારે ભારતીય ટીમે મલેશિયાને હરાવીને ત્રીજીવાર ટ્રોફી પર કબજો કર્યો હતો, પરંતુ આ વખતે ભારતીય ટીમ ખિતાબ બચાવી શકી નહીં.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.