હાર્દિક પંડયાએ પોતાને કહ્યો કાચબો, વર્લ્ડ કપને લઈને કહી એવી વાત કે ટેન્શનમાં આવી જશે ટીમ ઇન્ડિયા

Sports
Sports

હાર્દિક પંડયા ભારતીય ક્રિકેટ ટીમનો એક અહમ ભાગ છે. તેને ટીમનાં ભવિષ્યના કેપ્ટનના રૂપમાં જોવામાં આવી રહ્યો છે. આ વર્ષે ભારતમાં 5 ઓકટોબરથી 19 નવેમ્બર વચ્ચે વનડે વર્લ્ડ કપ રમવામાં આવશે અને ટીમ ઇન્ડિયા બીજી વખત વિશ્વ વિજેતા બને તે માટે પંડ્યાને પોતાનાં જોશમાં રહેવું જરૂરી છે. પરંતું પંડયા અત્યારે જોશમાં નથી. આ વાત તેણે પોતે કહી છે. વેસ્ટ ઇન્ડીઝ સામે શનિવારે રમાયેલી બીજી વનડે મેચમાં રોહીત શર્માને આરામ આપવામાં આવ્યો હતો એટલા માટે પંડ્યાને કેપ્ટનશિપ કરવી પડી હતી.

આ મેચમાં ટીમ ઈન્ડિયાનો પરાજય થયો અને મેચ બાદ પંડ્યાએ શું કહ્યું તે ટીમ મેનેજમેન્ટ માટે ચિંતાનો વિષય હશે. પંડ્યાએ પોતાની બોલિંગ વિશે મોટી વાત કહી છે.

પ્રથમ બે વનડેમાં પંડ્યાએ નવો બોલ સંભાળ્યો હતો. બીજી વનડેમાં તેણે 6.4 ઓવર નાંખી અને 38 રન આપ્યા પરંતુ તે વિકેટ લઈ શક્યો નહીં. તે જ સમયે, પ્રથમ વનડેમાં પંડ્યાએ માત્ર ત્રણ ઓવર ફેંકી અને એક વિકેટ પોતાના નામે કરી. બીજી મેચ બાદ પંડ્યાએ પોતાની બોલિંગ વિશે કહ્યું હતું કે વર્લ્ડ કપ માટે તૈયાર રહેવા માટે તેણે વધુને વધુ ઓવર ફેંકવી પડશે. પરંતુ આ પછી તેણે કહ્યું કે તેને કોઈ ઉતાવળ નથી. તેણે કહ્યું કે આ સમયે તે સસલાની જેમ નહીં પણ કાચબાની જેમ ચાલી રહ્યો છે.

પંડ્યાના નિવેદન પરથી લાગે છે કે તે આ સમયે બોલિંગ માટે સંપૂર્ણપણે તૈયાર નથી અને તેના પર ધીમે ધીમે કામ કરી રહ્યો છે. આ પછી પંડ્યાએ આશા વ્યક્ત કરી હતી કે વર્લ્ડ કપમાં બધુ બરાબર થઈ જશે. પંડ્યાની જેમ ટીમ મેનેજમેન્ટને પણ આશા છે કે વિશ્વ કપ સુધીમાં પંડયા તેની લયમાં આવી જશે અને ઓલરાઉન્ડર તરીકે વર્લ્ડ કપ માટે 100 ટકા તૈયાર હશે.

વર્તમાન વનડે સીરીઝમાં પંડ્યા માત્ર બોલિંગમાં જ નિષ્ફળ સાબિત થયો નથી, પરંતુ તેનું બેટ પણ કામ કરી શક્યું નથી. તે બેટથી પણ યોગદાન આપી શક્યો નથી. તેણે પ્રથમ વનડેમાં સાત રન બનાવ્યા હતા. બીજી વનડેમાં તેના બેટમાંથી માત્ર પાંચ રન જ નીકળ્યા હતા. એટલે કે બે મેચમાં તેના બેટમાંથી માત્ર 12 રન જ નીકળ્યા છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.