મહાન બેટસમેન એ બી ડિવિલિયર્સે ક્રિકેટને સંપૂર્ણપણે અલવિદા કહ્યુ, IPL પણ નહીં રમે

Sports
Sports

સાઉથ આફ્રિકાના મહાન બેટસમેન એ બી ડિવિલિયર્સે ક્રિકેટને અલવિદા કહી દીધુ છે.હવે તે આઈપીએલમાં પણ નહીં રમે અને બીજી કોઈ લીગ ટુર્નામેન્ટમાં પણ ભાગ નહીં લે.

એ બી ડિવિલિયર્સે આમ તો 2018માં જ ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી રિટાયરમેન્ટની જાહેરાત કરી હતી પણ આઈપીએલ સહિતની ટી-20 લીગ ટુર્નામેન્ટમાં રમવાનુ ચાલુ રાખ્યુ હતુ.

જોકે 37 વર્ષીય ક્રિકેટરે હવે સોશિયલ મીડિયા પર જાહેરાત કરી છે કે, મેં સંપૂર્ણપણે ક્રિકેટને છોડવાનુ નક્કી કર્યુ છે.મારી ક્રિકેટ જર્ની શાનદાર રહી છે.મારા ઘરની પાછળ મારા ભાઈઓ સાથે ક્રિકેટ રમવાનુ શરુ કર્યુ ત્યારથી લઈને આજ સુધી મેં આ રમતનો આનંદ ઉઠાવ્યો છે.હવે 37 વર્ષની વયે મારી અંદર પહેલા જેવી આગ નથી રહી.

એ બી ડિવિલિયર્સે પોતાની ટી 20 કેરિયરમાં 9424 રન ફટકાર્યા છે.જેમાં 4 સદી અને 69 અડધી સદીનો સમાવશ થાય છે. એ બી ડિવિલિયર્સનુ એવરેજ 37.24નુ છે જે ટી-20 ફોર્મેટ પ્રમાણે તો ઘણુ વખાણવા લાયક છે.

તેની રિટાયરમેન્ટથી આરસીબી બેંગ્લોરને ફટકો પડશે.કારણકે તે બેંગ્લોર માટે એક મેચ વિનર પ્લેયર હતો.જો તેણે નિવૃત્તિની જાહેરાત ના કરી હોત તો બેંગ્લોર આગામી સીઝન માટે તેને રિટેન ચોક્કસ કરત પણ હવે  એ બી ડિવિલિયર્સે અચાનક સન્યાસની જાહેરાત કરીને ચાહકોને ચોંકાવી દીધા છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.