વિરાટ કોહલીની ટીમ RCB માં આવી રહ્યો છે ગૌતમ ગંભીરનો ખાસ મિત્ર, ફ્રેન્ચાઈઝીએ કરી તૈયારી

Sports
Sports

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર એવી ટીમ છે જેણે એક વખત પણ આઈપીએલનો ખિતાબ જીત્યો નથી. આ ટીમ ત્રણ વખત ફાઇનલમાં પ્રવેશી હતી પરંતુ જીતી શકી નહોતી. ગત વર્ષે પણ ટીમ ટાઇટલ ગુમાવી હતી. ટીમે હવે આગામી સિઝનની તૈયારી શરૂ કરી દીધી છે અને તેમાં મોટો ફેરફાર જોવા મળી શકે છે. ઝિમ્બાબ્વેના પૂર્વ ક્રિકેટર અને ઈંગ્લેન્ડના પૂર્વ કોચ એન્ડી ફ્લાવર આ ટીમના આગામી કોચ બની શકે છે. તેઓ માઈક હેસનનું સ્થાન લઈ શકે છે, જેમનો કાર્યકાળ 31 ઓગસ્ટે સમાપ્ત થઈ રહ્યો છે. હેસનને ફ્રેન્ચાઈઝીમાં ક્રિકેટ ઓપરેશન્સના ડિરેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.

માત્ર હેસન જ નહીં પરંતુ તેની સાથે રહેલા સપોર્ટ સ્ટાફને પણ રજા આપવામાં આવી શકે છે. હેસન ટીમના ડિરેક્ટર હતા જ્યારે સંજય બાંગર ટીમના કોચ હતા. બાંગર પણ ટીમની બહાર જઈ શકે છે. હેસન 2019 થી RCB સાથે છે પરંતુ તે ટીમને સફળતા અપાવી શક્યો નથી અને હવે જ્યારે તેનો કાર્યકાળ સમાપ્ત થવાનો છે, ત્યારે ટીમ તેને આગળ વધારવા માંગતી નથી.

ક્રિકબઝે તેના અહેવાલમાં આ માહિતી આપી છે. આ જ વેબસાઈટે 18 જુલાઈના રોજ અહેવાલ આપ્યો હતો કે ફ્લાવર રાજસ્થાન રોયલ્સ સહિત અનેક IPL ફ્રેન્ચાઈઝીના સંપર્કમાં છે. ફ્લાવર IPLમાં લખનૌ સુપર જાયન્ટ્સ સાથે હતો પરંતુ હવે તે બેંગલુરુ જઈ રહ્યો હોવાનું માનવામાં આવે છે. એવી પણ શક્યતા છે કે સાઉથ આફ્રિકાના પૂર્વ કેપ્ટન અને લાંબા સમયથી RCB સાથે રમી રહેલા શ્રેષ્ઠ બેટ્સમેન એબી ડી વિલિયર્સ પણ ટીમ સાથે જોડાઈ શકે છે. ડિવિલિયર્સના ટીમમાં સામેલ થવાના સમાચાર ઘણા સમયથી આવી રહ્યા છે પરંતુ તે એક પણ સિઝનમાં ટીમ સાથે આવ્યો નથી. જો કે આ બાબતે હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.

વીતેલા બે વર્ષોથી ફ્લાવર લખનઉ સુપર જાયન્ટ્સની સાથે હતો અને તેનાં હોવાથી ટીમે સારું પ્રદર્શન બતાવ્યું હતું. ટીમે બે સિજન રમી છે અને બંન્ને વખત પ્લેઓફ માટે કવોલીફાય કરવામાં આવી હતી. ફ્રેન્ચાઈઝીની સાથે તેનો કાર્યકાળ બે વર્ષનો હતો જે સમાપ્ત થઈ ગયો છે. ફ્લાવરની સાથે ભારતનાં પૂર્વ સલામી બેટ્સમેન ગૌતમ ગંભીરે પણ ટીમની સફળતામાં અહમ ભૂમિકા ભજવી છે. જો કે ગંભીર લખનૌ ફ્રેન્ચાઈઝીમાં જ રહેશે પરંતુ ફ્લાવારની જગ્યાં ઓસ્ટ્રેલિયાનાં પૂર્વ કોચ જસ્ટિન લેંગર લખનૌમાં કોચની જવાબદારી સંભાળશે.

IPL માં ફ્લાવર પંજાબ કિંગ્સ સાથે પણ કામ કર્યું હતું. તેનાં સિવાય તે કેરેબિયન પ્રીમિયર લીગમાં સેન્ટ લુસિયા જાઉસ્ક, પાકિસ્તાન સુપર લીગમાં મુલતાન-સુલ્તાન અને IPL T20માં ગલ્ફ જાયન્ટ્સની સાથે કામ કર્યુ હતું. હાલમાં જ સમાપ્ત થયેલી એશેજ સીરીઝમાં તે ઓસ્ટ્રેલિયાઈ ટીમની સાથે સલાહકારનાં તરીકે જોડાયેલો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.