ગૌતમ ગંભીરનું ધોની પર આડકતરું નિશાન, કહ્યું ‘ભારતને બંને વર્લ્ડકપ એણે નહીં, આ ખેલાડીએ જીતાડ્યો’
ગૌતમ ગંભીરે ફરી એકવાર મહેન્દ્રસિંહ ધોની પર નિશાન સાંધ્યુ હતું અને કહ્યું કે, ટીમ ઈન્ડિયાએ વર્ષ 2007 અને 2011 નો વર્લ્ડ કપ અન્ય કોઈ ખેલાડીએ નહી, પરંતુ યુવરાજ સિંહે જીતાડ્યો હતો. તે ટીમ ઈન્ડિયાના સૌથી અંડરરેટેડ ખેલાડીઓમાંથી એક છે.
સમગ્ર ક્રિકેટ જગત અને હવે તો સામાન્ય જનતા પણ જાણે છે કે ગૌતમ ગંભીર અને મહેન્દ્રસિંહ ધોની વચ્ચે છત્રીસનો આંકડો છે. અને હવે ફરી એકવાર ગૌતમ ગંભીરે મહેન્દ્રસિંહ ધોની પર નિશાન સાધ્યું છે. વાસ્તવમાં તેમનું કહેવું છે કે, ટીમ ઈન્ડિયાએ વર્ષ 2007 અને 2011 માં વર્લ્ડ કપ અન્ય કોઈ ખેલાડીએ નહી પરંતુ યુવરાજ સિંહે જીતાડ્યો હતો. જો કે તેમણે મહેન્દ્રસિંહ ધોનીનું નામ લીધું નહોતું. પરંતુ તેમનો ટારગેટ ધોની પર હતો.
ગૌતમ ગંભીરે મીડિયા સાથે વાત કરતા કહ્યું હતું કે, ટીમ ઈન્ડિયાએ વર્ષ 2007 અને 2011 માં વર્લ્ડ કપ અન્ય કોઈ ખેલાડીએ નહી પરંતુ યુવરાજ સિંહે જીતાડ્યો હતો. વર્લ્ડ કપ જીતાડવા માટે મહેન્દ્રસિંહ ધોનીનો કોઈ ફાળો નહોતો. તેમા મહત્વનો ફાળો યુવરાજસિંહનો રહ્યો હતો. તેમનો સૌથી વધારે મહેનત રહી હતી. ગંભીરે વધુમાં કહ્યુ હતું કે, મારુ માનવું છે કે યુવરાજસિંહે ટીમ ઈન્ડિયાને બન્ને વર્લ્ડ કપ જીતાડ્યા છે.
ગંભીરે વધુમાં કહ્યું હતું કે, અમે બે વાર ફાઈનલમાં પહોચ્યા તે પણ યુવરાજ સિંહના કારણે જ શક્ય બન્યુ છે. યુવરાજ સિંહને તેના પ્રદર્શનના એટલા વખાણ નથી થયા જેટલા અન્ય ખેલાડીઓના થયા હતા. વધુમાં કહ્યુ હતું કે, વર્ષ 2007 અને 2011 માં વર્લ્ડ કપ જીતાડવાનો શ્રેય યુવરાજસિંહને નથી આપતા તેનુ કારણ અમારુ માર્કેટિંગ અને પીઆર માત્ર એક જ ખેલાડીનું નામ દર્શાવતા આવ્યા છે. પરંતુ હું તમને જણાવી દઉ કે આ કોઈ એક ખેલાડીના બસની વાત નથી. આમા પુરી ટીમનું યોગદાન રહેલું હોય છે.