મેદાન પર ઉતરશે ભવિષ્યના સ્ટાર ક્રિકેટર્સ, 16 દેશની ટીમો વચ્ચે 23 દિવસમાં 48 મેચ રમાશે

Sports
Sports

અંડર-19નો 15મો વર્લ્ડ કપનો શુક્રવારથી વિન્ડીઝમાં પ્રારંભ થશે. પ્રથમ દિવસે વિન્ડીઝનો સામનો ઓસ્ટ્રેલિયાથી થશે, જ્યારે શ્રીલંકાનો સામનો સ્કૉટલેન્ડથી થશે. 23 દિવસ ચાલનારી આ વન-ડે ફોર્મેટ ટૂર્નામેન્ટમાં 16 દેશોની ટીમ વચ્ચે 48 મેચ રમાશે. ફાઈનલ 5 ફેબ્રુઆરીએ સર વિવિયન રિચર્ડ્સ સ્ટેડિયમમાં રમાશે. તમામ મેચનો પ્રારંભ ભારતીય સમય અનુસાર, રાતના 7.30 વાગ્યાથી થશે. 1988માં પ્રથમવાર ટૂર્નામેન્ટ યોજાઈ હતી. બીજી ટૂર્નામેન્ટ 1998માં રમાઈ હતી. તે પછીથી દર બીજા વર્ષે આ ટૂર્નામેન્ટ યોજાય છે.

ભારતીય ટીમ 2000માં મોહમ્મદ કૈફ, 2008માં વિરાટ કોહલી, 2012માં ઉનમુક્ત ચંદ અને 2018માં પૃથ્વી શૉની કેપ્ટન્સીમાં ટૂર્નામેન્ટ પોતાના નામે કરી ચૂકી છે. ટીમને 3 વખત ફાઈનલમાં હારનો સામનો પણ કરવો પડ્યો છે. ફાઈનલ મેચોમાં 2006માં પાકિસ્તાન, 2016માં વિન્ડીઝ અને 2020માં બાંગ્લાદેશે ભારતને હરાવ્યું હતું.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.