ક્રિકેટમાંથી રાજનીતિના મેદાનમાં : ધોનીની ટીમનો ખેલાડી હવે લોકસભાની ચૂંટણી લડશે?
ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન એમ.એસ ધોનીએ જ્યારથી નિવૃત્તિ જાહેર કરી હતી ત્યારથી એવા સમાચાર આવ્યા રાખતા હતા કે આ દિગ્ગજ ખેલાડી રાજનીતિમાં આવશે. આ અંગે કોઈ ખાસ ખબર તો નથી મળી પરંતુ ચેન્નઈ સુપર કિંગ્સનો એક ખેલાડી રાજનીતિમાં નવી ઇનિંગ શરુ કરવા તૈયાર થઇ ગયો છે. ચેન્નઈના બેટ્સમેન અંબાતી રાયડુએ હાલમાં IPLથી નિવૃત્તિ જાહેર કરી હતી. હવે તે રાજનીતિમાં જોડાશે તેવી અટકળો ચાલી રહી છે.
રાયડુ હાલમાં જ આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી વાઈએસ જગનમોહન રેડ્ડી સાથે બે વાર મળ્યો હતો.વાઈએસ જગનમોહન વાઈએસઆરસીપીના અધ્યક્ષ પણ છે. સુત્રો મુજબ રાયડુ લોકસભા ચુંટણી માટે આ પાર્ટી તરફથી ચૂંટણી લડી શકે છે. કેટલાંક રાજનીતિક વિશેષજ્ઞોનું માનવું છે કે રાયડુએ પુન્નુર અને ગંટૂર વિસ્તારથી ચુંટણીમાં ઉતરવું જોઈએ.
રાયડુ ઘણાં અવસરો પર આંધ્રપ્રદેશના મુખ્યમંત્રીના વખાણ કરી ચુક્યા છે. તેણે હાલમાં જ કહ્યું હતું કે, સીએમ જગનમોહન રેડ્ડી એવા યુવાઓ માટે પ્રેરણા છે જે રાજનીતિમાં આવવાની ઈચ્છા ધરાવે છે. તે સંપૂર્ણ પ્રદેશના વિકાસ વિશે વિચારી રહ્યા છે.