કોરોનાકાળમાં પહેલી વખત મેચ જોવા પ્રેક્ષકોને સ્ટેડિયમમાં એન્ટ્રી અપાઈ

Sports
Sports

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે આજથી ચેન્નાઈમાં બીજી ટેસ્ટનો પ્રારંભ થયો છે. જોકે આ ટેસ્ટ મેચ એ રીતે મહત્વની છે કે, કોરોનાના કારણે લોકડાઉન લાગુ થયુ તે બાદ પહેલી વખત સ્ટેડિયમમાં દર્શકોની વાપસી થઈ છે.આ પહેલા કોરોનાના કારણે ભારતમાં કોઈ પણ સ્ટેડિયમમાં દર્શકોને મેચ જોવા માટે મંજૂરી નહોતી. જોકે બીજી ટેસ્ટમાં ક્રિકેટ ચાહકો મેચની મજા માણી શકે તે માટે સ્ટેડિયમની ક્ષમતાના 50 ટકા પ્રેક્ષકોને મંજૂરી આપવામાં આવી છે. ભારતના ક્રિકેટ બોર્ડે પણ આ વાતની નોંધ લઈને કહ્યુ છે કે, ચેન્નાઈના ચેપોક ગ્રાઉન્ડ પર દર્શકોના શોરબકોરની અમે રાહ જોઈ રહ્યા હતા.દર્શકોનુ સ્વાગત કરવા માટે અમે તૈયાર છે.

ચેન્નાઈના સ્ટેડિયમની ક્ષમતા લગભગ 30000 જેટલી છે અને તે હિસાબે 15000 પ્રેક્ષકોને મેચ જોવા માટે સ્ટેડિયમમાં આવવાની મંજૂરી અપાઈ છે. બીજી તરફ લોકોમાં પણ લગભગ એક વર્ષ બાદ લાઈવ ક્રિકેટ જોવાનો ઉત્સાહ જોવા મળ્યો હતો. મેચના પહેલા દિવસની તમામ ટિકિટ ગણતરીના કલાકોમાં વેચાઈ ગઈ હતી. બીજી ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાએ ટોસ જીતીને બેટિંગ પસંદ કરી છે. શુભમન ગીલ, પૂજારા અને કોહલી સસ્તામાં આઉટ થયા બાદ રોહિત શર્માની શાનદાર સદીના સહારે ટી બ્રેક સુધીમાં ભારતે 3 વિકેટ ગુમાવીને 189 રન બનાવી લીધા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.