દીકરીના મૃત્યુ બાદ પણ આ ખેલાડીએ મેદાનમાં દેખાડ્યું પોતાનું કૌશલ્ય

Sports
Sports

પિતા માટે એ સરળ નથી કે તેનું બાળક તેની સામે દમ તોડી દે. પિતા માટે આનાથી મોટું કોઈ દુઃખ નથી. આ દુ:ખમાંથી બહાર આવવું ખૂબ મુશ્કેલ છે. પરંતુ, આ ખેલાડી આ દુ:ખમાંથી બહાર તો આવ્યો નથી, તો પણ જ્યારે ક્રિકેટની વાત આવી ત્યારે તે અનોખા જુસ્સા સાથે મેદાન પર ઉતર્યો અને એક ઉદાહરણ રજૂ કર્યું જેની દરેક જગ્યાએ પ્રશંસા થઈ રહી છે. અમે વાત કરી રહ્યા છીએ વિષ્ણુ સોલંકીની, જેણે ચંદીગઢ સામેની રણજી ટ્રોફી મેચમાં સદી ફટકારી છે.

વિષ્ણુ સોલંકી થોડા દિવસ પહેલા જ પિતા બન્યો  છે. તેના ઘરે એક નાની છોકરીનો જન્મ થયો હતો, પરંતુ તે સ્વાસ્થ્ય સંબંધી કેટલાક કારણોસર મૃત્યુ પામી હતી. પુત્રીના મૃત્યુથી વિષ્ણુને આઘાત લાગ્યો. તેમના પરિવારમાં શોકનો માહોલ છવાયો હતો. આઘાત જોરદાર હતો. પરંતુ, બરોડા તરફથી ક્રિકેટ રમતી વખતે, વિષ્ણુએ આઘાતને બાજુમાં રાખ્યા અને મેદનામાં ઉતર્યા અને મેચમાં રંગ જમાવ્યો.

વિષ્ણુએ ચંડીગઢ સામે બરોડા માટે શાનદાર ઇનિંગ રમી હતી. તેણે પોતાની ઇનિંગ્સમાં શાનદાર સદી ફટકારી હતી. વિષ્ણુ સોલંકીએ મુશ્કેલીઓને પાર કરીને 12 ચોગ્ગાની મદદથી 104 રન બનાવ્યા હતા. તેની ઇનિંગ અને જુસ્સો જોઈને બરોડા ક્રિકેટ એસોસિએશનના સીઈઓએ તેને રિયલ હીરો ગણાવ્યો. આટલું જ નહીં વિષ્ણુ સોલંકીની આ બોલ્ડ ઇનિંગ પર વિરોધી ટીમના ખેલાડીઓ પણ તેને સલામ કરતા જોવા મળ્યા હતા.

વિષ્ણુએ 100 રન પૂરા કર્યા ત્યારે તેની આંખો ભીંજાઈ ગઈ હતી. તેણે બેટ આકાશ તરફ ઉંચું કર્યું અને આ ઈનિંગ દીકરીને અર્પણ કરી. વિષ્ણુની ટીમની બાકીના સભ્યો અને સપોર્ટ સ્ટાફ પણ મેદાનમાં આવ્યા અને તેને શુભકામનાઓ પાઠવી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.