ઈંગ્લેન્ડની મહિલા ફૂટબોલ ટીમે લાતેવિયાને રેકોર્ડ ૨૦-૦થી હરાવ્યું

Sports
Sports

ઈંગ્લેન્ડની પુરુષ કે મહિલા ટીમ અગાઉ ક્યારેય આટલા મોટા માર્જિનથી મેચ જીતી શકી નથી. ઈંગ્લેન્ડની ફૂટબોલર ઈલેન વ્હાઈટ ગોલ હેટ્રિકની સાથે ઈંગ્લેન્ડ તરફથી સૌથી વધુ ગોલ ફટકારનારી ખેલાડી બની ગઈ હતી. ઈંગ્લેન્ડે ફિફા વર્લ્ડ કપ ક્વોલિફાયરમાં ઈંગ્લેન્ડની મહિલા ટીમે યાદગાર જીત મેળવી હતી.

રિગામાં રમાયેલી મેચમાં ઈંગ્લેન્ડે સૌથી મોટા માર્જીનથી જીતનો રેકોર્ડ પણ તોડી નાંખ્યો હતો. આ અગાઉનો ઈંગ્લેન્ડની ફૂટબોલ ટીમનો સૌથી મોટા માર્જિનનો રેકોર્ડ ૧૩-૦નો હતો. તેમણે  વર્ષ ૨૦૦૫માં હંગેરી સામે આ સિદ્ધિ મેળવી હતી. ઈંગ્લેન્ડની ટીમની ૧૦ ખેલાડીઓએ ગોલ નોંધાવ્યા હતા. જેમાં ચાર ખેલાડીઓએ ગોલ હેટ્રિક નોંધાવી હતી.

લૌરેન હેમ્પે ચાર ગોલ નોંધાવ્યા હતા. જ્યારે ઈલેન વ્હાઈટ, બેથ મેડ અને એલેસિયા રુસ્સોએ ત્રણ-ત્રણ ગોલ નોંધાવ્યો હતો. આંતરરાષ્ટ્રીય મહિલા ફૂટબોલમાં ઘણી વખત આ પ્રકારના રેકોર્ડ વિજય જોવા મળતાં હોય છેે. બેલ્જીયમની ટીમે ૧૯ ગોલના અંતરથી અર્મેનિયાને હરાવ્યું હતુ.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.