ઈંગ્લેન્ડ-ઓસ્ટ્રેલિયાને ICC દ્વારા મોટી સજા, માત્ર દંડ જ નહીં, પોઈન્ટ્સ પણ કપાયા
ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયાની ટીમ પર મોટી સજા ફડકારવામાં આવી છે. આ સિવાય તેના વર્લ્ડ કપ ચેમ્પિયનશીપના પોઈન્ટ પણ કાપી લેવામાં આવ્યા છે. બન્ને ટીમોને ક્રિકેટની સર્વોચ્ચ સંસ્થા ICC દ્વારા એક્શન લેવામાં આવી છે. મતલબ કે જીત પછી ઓસ્ટ્રલિયાને નુકસાન થયું છે. તો અહી હાર્યા પછી પણ ઈંગ્લેન્ડનું દુખ ઓછુ નથી થયું.
ICC એ ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયાની ટીમને સ્લો ઓવર રેટને લઈને સજા ફટકારવામાં આવી છે. આ સજામાં બંને ટીમોએ મેચ ફીના 40 ટકા ચૂકવવા પડશે. આ સિવાય WTCના પોઈન્ટ ટેબલમાં પણ 2-2 પોઈન્ટ ગુમાવવા પડશે.
ઈંગ્લેન્ડ સામે એશિજ 2023 ની પહેલી ટેસ્ટ જીતીને ઓસ્ટ્રેલિયાએ 12 અંક મેળવ્યા હતા. પરંતુ હવે 2 પોઈન્ટ કાપવાથી તેમના 10 પોઈન્ટ જ રહ્યા હતા. તો આ બાજુ ઈંગ્લેન્ડ કે જેણે ટેસ્ટ મેચમાં ગુમાવવાથી કોઈ પોઈન્ટ મેળવી શક્યુ નહોતું. એટલે તેના અંક પણ હવે ઝીરોમાથી -2 થઈ ગયા છે.
ICC તરફથી મીડિયાને આપવામાં આવેલી માહિતી પ્રમાણે હવે બંને ટીમો પર લાગેલા દંડ અને પોઈન્ટ કાપવા વિશે વાત કરવામાં આવી છે. તેમાં જણાવ્યું છે કે મેચ રેફરીએ જોયુ કે બન્ને ટીમોએ નક્કી કરેલા સમય સુધી પોતાનો કોટાની ઓવર પુરી કરી નહોતી. નક્કી કરેલા સમયમાં બન્ને ટીમો 2 ઓવરથી પાછળ હતી. ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડના કેપ્ટનનોએ સ્લો ઓવર રેટની વાત સ્વીકાર કરી હતી. જો કે તે બાબતે હવે આગળ સુનાવણી કરવામાં આવશે.
તમને જણાવી દઈએ કે ઈંગ્લેન્ડના ખેલાડીઓને એક ટેસ્ટ મેચ રમવા પર 15 લાખ રુપિયા મળતા હોય છે. તો ત્યા ઓસ્ટ્રેલિયાની ટીમના ખેલાડીઓને એક ટેસ્ટ મેચ રમવા પાછળ 16 લાખ રુપિયા મળે છે. હવે 40 ટકા દંડ પ્રમાણે ઈંગ્લેન્ડ પાસેથી 6 લાખ રૂપિયા જ્યારે ઓસ્ટ્રેલિયન ખેલાડીઓ પાસેથી 6 લાખ 40 હજાર રૂપિયા કાપવામાં આવશે.