ઈંગ્લેન્ડ વિરુદ્ધ ગાબા ટેસ્ટ માટે ઓસ્ટ્રેલિયાએ ટીમની જાહેરાત કરી
ઓસ્ટ્રેલિયા-ઈંગ્લેન્ડ વચ્ચે આગામી 8 ડિસેમ્બરથી ટૂર્નામેન્ટ એશિઝની શરૂઆત થઈ રહી છે. જેના માટે બંને ટીમો ખૂબ મહેનત કરી રહી છે. આ સિરીઝની પ્રથમ મેચ 8 થી 12 ડિસેમ્બર સુધી બ્રિસબેન ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. જેને લઈ ઓસ્ટ્રેલિયાએ પોતાની ટીમની જાહેરાત કરી છે. એશિઝ સિરીઝ માટે ઓસ્ટ્રેલિયાના નવા કેપ્ટન પૈટ કમિન્સે 11 ખેલાડીઓને પસંદ કર્યા છે. જેમાં ડેવિડ વોર્નર,સ્ટીવ સ્મિથ અને લાબૂશેન સહિતના ખેલાડીઓના નામ સામેલ છે. આમ કમિન્સે પ્રથમ ટેસ્ટ મેચ માટે ઓપનર તરીકે માર્કસ હેરિસ અને ડેવિડ વોર્નરને પસંદ કર્યા છે. એલેક્સ કેરી પ્રથમ ટેસ્ટમાં વિકેટકીપરની ભૂમિકા ભજવશે. આ સાથે ઓલરાઉન્ડર ખેલાડી તરીકે ટીમમાં કેમરૂન ગ્રીનનો સમાવેશ કરવામાં આવ્યો છે.પ્રથમ ટેસ્ટમાં પેટ કમિન્સ પાંચ બોલરો સાથે મેદાનમાં ઉતરી રહ્યા છે. જેમાં 3 ઝડપી બોલર અને એક સ્પિનરનો સમાવેશ થાય છે. ઝડપી બોલર તરીકે મિચેલ સ્ટાર્ક,જોશ હેઝલવુડ છે. જ્યારે સ્પિનર તરીકે નેથન લાયનને ટીમમાં તક મળી છે. આમ સમગ્ર ટીમ માર્કસ હેરિસ,ડેવિડ વોર્નર,માર્નસ લાબુશેન,સ્ટીવ સ્મિથ (વાઈસ-કેપ્ટન),ટ્રેવિસ હેડ,કેમેરોન ગ્રીન,એલેક્સ કેરી,પેટ કમિન્સ,મિશેલ સ્ટાર્ક,જોશ હેઝલવુડ,નેથન લાયન છે.