અગાઉ IPLની હરાજી હૈદરાબાદે વિલિયમસન-પૂરણને અને ચેન્નાઈએ બ્રાવોને રિલીઝ કર્યા

Sports
Sports

ઈન્ડિયન પ્રીમિયર લીગની ૨૩મી ડિસેમ્બરે કોચીમાં થનારી મિની હરાજી પહેલા ૧૦ ફ્રેન્ચાઈઝીએ રિલીઝ કરેલા ખેલાડીઓના નામ જાહેર કરી દીધા હતા. ચેન્નાઈ સુપર કિંગ્સે વિન્ડિઝના ધરખમ ઓલરાઉન્ડર તરીકેની ઓળખ ધરાવતા ડ્વેન બ્રાવોને રિલીઝ કર્યો હતો. જોકે, છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલી અટકળોને વિરામ આપતા જાડેજાને રિટેન કર્યો હતો. વધુમાં સ્પષ્ટ કર્યું હતુ કે, ધોની જ આગામી સિઝનમાં ટીમનો કેપ્ટન રહેશે. જ્યારે સનરાઈઝર્સ હૈદરાબાદે ગત સિઝનના ફ્લોપ શૉ પછી કેપ્ટન વિલિયમસન અને ટી-૨૦ના એક્સપર્ટ બેટ્સમેન એવા નિકોલસ પૂરણને રિલિઝ કર્યો હતો. હવે બ્રાવો, વિલિયમસન તેમજ પૂરણને ખરીદવા માટે હરાજીમાં સ્પર્ધા થશે તેમ મનાય છે.મુંબઈ ઈન્ડિન્સમાં સામેલ વિન્ડિઝના ધુરંધર ઓલરાઉન્ડર પોલાર્ડે આઇપીએલમાંથી નિવૃત્તિની જાહેરાત કરી દીધી હતી. હવે તે મુંબઈ ઈન્ડિયન્સના બેટિંગ કોચ તરીકેની જવાબદારી સંભાળશે. મુંબઈએ સૌથી વધુ ૧૩ ખેલાડીઓને રિટેન કર્યા હતા. પંજાબ કિંગ્સે તેના ગત સિઝનના કેપ્ટન મયંક અગ્રવાલને રિલીઝ કર્યો હતો. ચેન્નાઈએ બ્રાવોની સાથે ઈંગ્લેન્ડના ઓલરાઉન્ડર જોર્ડનને પણ હરાજીમાં મૂકવાનો નિર્ણય લીધો હતો, જેનાથી આશ્ચર્ય ફેલાયું હતુ


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.