ડ્વેન બ્રાવો IPLથી બહાર થતાં ભાવુક થયો, CSK માટે શેર કર્યો ઈમોશનલ વીડિયો.

Sports
Sports

ડ્વેન બ્રાવો ઈન્ડિયન પ્રીમિયર લીગથી બહાર થતાં ચેન્નાઈ સુપર કિંગ્સ ને મોટો ઝટકો લાગ્યો છે. ટીમ પહેલાથી જ અનેક મુશ્કેલીઓનો સામનો કરી રહી છે. UAEમાં રમાતી હાલની આ IPL સિઝનમાં ચેન્નાઈ 10માંથી માત્ર 3 જ મેચ જીતી શક્યું છે. કેરેબિયન ઓલરાઉન્ડર દિલ્હી કેપિટલ્સ ની મેચ સામે ઈજાગ્રસ્ત થયો હતો. ટુર્નામેન્ટમાંથી બહાર થતાં બ્રાવોએ ફેન્સને CSKને સપોર્ટ કરવાનું ચાલુ રાખવા માટે અપીલ કરી છે. ચેન્નાઈ સુપર કિંગ્સના ટ્વીટર હેન્ડલ પર બ્રાવોનો એક વીડિયો પોસ્ટ કરવામાં આવ્યો છે. આ વીડિયોમાં બ્રાવો કહે છે કે, આ ખરાબ સમાચાર છે. પોતાની ટીમ ચેન્નાઈ સુપર કિંગ્સને આ રીતે છોડીને જતાં ખરાબ લાગે છે. હું તમામ CSK ફેન્સને બસ એટલું કહેવા માગું છું કે તમે ટીમની હિંમત વધારતા રહેજો. CSKને સપોર્ટ કરતાં રહો. બ્રાવોએ કહ્યું કે, આ સિઝન એવી નથી રહી, જેવી અમારા ફેન્સ ઈચ્છતા હતા. પણ અમે બેસ્ટ આપ્યું. અનેકવાર પોતાનું સર્વશ્રેષ્ઠ આપવા છતાં પણ પરિણામ તેવું આવતું નથી. અમને સપોર્ટ કરતાં રહો અને હું વિશ્વાસ અપાવું છું કે અમે વધારે મજબૂત અને ચેમ્પિયનની જેમ વાપસી કરીશું. અમે સૌથી સફળ ફ્રેન્ચાઈઝીમાં છીએ, મને લાગે છે કે આપણને ચેન્નાઈ સુપર કિંગ્સના સભ્ય અને ફેન્સ હોવા પર ગર્વ હોવું જોઈએ. બ્રાવો આ સિઝનમાં 6 મેચ રમ્યો છે. તેણે 8.57ની ઈકોનોમી સાથે 6 વિકેટ લીધી છે. તેને બે મેચમાં જ બેટિંગ માટેનો મોકો મળ્યો હતો અને ફક્ત સાત રન બનાવ્યા હતા. દિલ્હી સામેની તેની અંતિમ મેચમાં ઈજા થવાને કારણે તે છેલ્લી ઓવર ફેંકી શક્યો ન હતો. દિલ્હીને અંતિમ ઓવરમાં 17 રન જોઈતા હતા. બ્રાવો બહાર થતાં ધોનીએ જાડેજાને બોલિંગ આપી હતી. અને જાડેજાની બોલિંગમાં અક્ષર પટેલે 3 સિક્સ લગાવી મેચ જીતી લીધી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.