કેપ્ટન બનતાં પહેલા તારે કોઈ કબુલાત કરવાની છે?, કમિન્સને ઓસ્ટ્રેલિયન બોર્ડનો સવાલ 

Sports
Sports

ઓસ્ટ્રલિયન ક્રિકેટ ટીમના કેપ્ટન્સ વિવાદોથી ઘેરાયેલા રહ્યા છે. તાજેતરમાં ટીમ પેઈનને તેના ભૂતકાળના અભદ્ર ટેક્સ્ટ મેસેજ કાંડને કારણે કેપ્ટન તરીકે રાજીનામું આપવુ પડયું હતુ. હવે ઓસ્ટ્રેલિયાએ કમિન્સને ઓસ્ટ્રેલિયાનો ટેસ્ટ કેપ્ટન બનાવ્યો છે. જોકે કમિન્સને કેપ્ટન બનાવતા પહેલા ઓસ્ટ્રેલિયન બોર્ડે સવાલ પૂછ્યો હતો કે, અમે તને કેપ્ટન બનાવવા જઈ રહ્યા છે, તો શું તારે કોઈ ભૂતકાળના વિવાદ અંગે ખુલાસો કરવો છે ?

કમિન્સ ઓસ્ટ્રેલિયાનો ૪૭મો ટેસ્ટ કેપ્ટન બન્યો છે. ઓસ્ટ્રેલિયન બોર્ડની પેનલે કેપ્ટન્સી માટેના ઈન્ટરવ્યુમાં ભૂતકાળના કોઈ વિવાદ અંગે ખુલાસો કરવા જણાવ્યું હતુ ? તેવા સવાલનો જવાબ કમિન્સે હકારમાં આપ્યો હતો. તેણે કહ્યું કે, હા. તેમણે આ અંગેના કેટલાક પ્રશ્નો પૂછ્યા હતા. જોકે હું તેની વિસ્તૃત વિગતો જાહેર કરવા માગતો નથી.

એક તરફ ઈંગ્લેન્ડના ક્રિકેટને વંશિય ભેદભાવનો મામલો હચમચાવી રહ્યો છે. ત્યારે બીજી તરફ ઓસ્ટ્રેલિયા પણ ક્રિકેટરોના વિવાદથી પરેશાન છે. હવે જ્યારે કમિન્સને કેપ્ટન્સી સોંપવામાં આવી ત્યારે ઓસ્ટ્રેલિયન બોર્ડ ઈચ્છતું હતુ કે જો કમિન્સનો ભૂતકાળનો કોઈ વિવાદ હોય તો તેની જાણ પહેલા જ તેમને થઈ જાય, જેના કારણે ભવિષ્યમાં કોઈ મુશ્કેલી કે વિવાદ ન સર્જાય.

ઓસ્ટ્રેલિયાએ ૨૦૧૮માં બોલ ટેમ્પરિંગ કાંડ બાદ કેપ્ટન તરીકે કાઢી મૂકેલા સ્ટીવ સ્મિથને પાછો વાઈસ કેપ્ટન બનાવતા પણ ઓસ્ટ્રેલિયાના જ ઘણા ભૂતપૂર્વ ક્રિકેટરો નારાજ થયા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.