ડેવિસ કપમાં જર્મનીએ 2-1થી સર્બિયાને હરાવ્યું

Sports
Sports

ટેનિસ સ્ટાર યોકોવિચની સર્બિયન ટીમને ડેવિસ કપમાં જર્મની સામે 1-2થી હારનો સામનો કરવો પડયો હતો. જર્મનીના કોપ્ફેરે ક્રાજીનોવિચને 7-6,7-4,6-4થી પ્રથમ સિંગલ્સમાં હરાવ્યો હતો. જે પછી યોકોવિચે જેન-લિન્નાર્ડ સ્ટ્રફ સામે 6-2,6-4થી જીત હાંસલ કરી હતી. યોકોવિચ અને સાસિચની જોડીનો ડબલ્સમાં સંઘર્ષ બાદ ક્રાવિટ્ઝ અને પ્યુટ્ઝ સામે 7-6,7-5,3-6,7-6,7-5થી પરાજય થયો હતો. આ સિવાય સર્બિયા અગાઉ ઓસ્ટ્રિયાને ૩-૦થી હરાવી ચૂક્યું છે. બીજીતરફ રશિયાએ એક્વાડોરને ૩-૦થી હરાવ્યું હતુ. રૂબ્લોવે ક્યુરોઝને 6-3,4-6,6-1થી મેડ્વેડેવે ગોમેઝને 6-0,6-2થી અને કારાત્સેવ-રૃબ્લોવે એસ્કોબાર-હિડાલ્ગોને 6-4,4-6,6-4થી પરાસ્ત કર્યા હતા. એક્વાડોર સ્પેન સામે પણ ૦-૩થી હાર્યું હતુ. જેના કારણે રશિયા અને સ્પેન અંતિમ આઠમાં નક્કી મનાય છે. ઈટાલીએ અમેરિકાને 2-1થી અને કોલંબિયાને 2-1થી હરાવતા ક્વાર્ટર ફાઈનલમાં સ્થાન નિશ્ચિત કર્યું હતુ.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.