વન-ડે સીરિઝમાંથી દીપક ચહર દક્ષિણ આફ્રિકા  સામેની  બહાર મળ્યો આ ખેલાડીને મોકો

Sports
Sports

ભારતીય ક્રિકેટ ટીમમાં આજકાલ કાળો કાળ ચાલી રહ્યો છે. ક્યારેક અમુકને ટ્રોલિંગનો શિકાર થવુ પડે છે તો એક બાદ એક ક્રિકેટરને ઇજાના કારણે બહાર થવુ પડી રહ્યું છે. ભારતીય ટીમના સભ્ય દીપક ચહર દક્ષિણ આફ્રિકા સામેની બાકીની બે વનડેમાંથી બહાર થઈ ગયો છે. તેના સ્થાને ઓલરાઉન્ડર વોશિંગ્ટન સુંદરને ભારતીય ટીમમાં તક મળી છે.BCCIના નિવેદન અનુસાર, “સિલેક્શન કમિટીએ દક્ષિણ આફ્રિકા સામેની ODI શ્રેણીની બાકીની મેચો માટે દીપક ચહરના સ્થાને વોશિંગ્ટન સુંદરનો ટીમમાં સમાવેશ કર્યો છે.તેમણે વધુમાં જણાવ્યુ કે, ત્રીજી અને અંતિમ T20 મેચ પછી ઈન્દોરમાં, ચહરની પીઠ જકડાઈ હતી. આ સમસ્યાને કારણે તે લખનૌમાં રમાયેલી પ્રથમ ODIમાં ભારતની પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન મેળવી શક્યો ન હતો. ચહર નેશનલ ક્રિકેટ એકેડમી (NCA)માં જશે જ્યાં તે બોર્ડની મેડિકલ ટીમની દેખરેખ હેઠળ રહેશે.”દીપક ચહરની ઈજા કેટલી ગંભીર છે અને તે કેટલા સમયમાં ઠીક થઇ જશે તે હજુ સ્પષ્ટ નથી. પીઠની ઈજાને કારણે બીસીસીઆઈ કોઈ જોખમ લેવા માંગતું નથી. તેથી ચહરને આરામ આપવાનું નક્કી થયું.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.