ઈન્ડિયા-એ ટીમના કેપ્ટન તરીકે સંજુ સેમસનની પસંદગી કરવામાં આવી
ભારતીય ક્રિકેટ બોર્ડે વિકેટકિપર સંજુ સેમસનને ન્યુઝીલેન્ડ-એ સામેની ત્રણ વન ડેની શ્રેણી માટેની ઈન્ડિયા-એ ટીમના કેપ્ટન તરીકેની જવાબદારી સોંપી છે.જ્યારે રાજ બાવાનો ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે.સેમસનને ટી-૨૦ વર્લ્ડકપની ટીમમાં સમાવવામાં આવ્યો નહતો. સેમસને આઇપીએલમાં રાજસ્થાનને ફાઈનલમાં પ્રવેશ અપાવ્યો હતો.આઇપીએલમાં શાનદાર દેખાવ કરનારા જમ્મુ-કાશ્મીરના બોલર ઊમરાન મલિકને પણ ઈન્ડિયા-એ ટીમમાં તક મળી છે.જ્યારે ભારતને અંડર-૧૯ વર્લ્ડકપમાં વિજેતા બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવનારા રાજ બાવાને પણ ઈન્ડિયા-એ ટીમમાં તક મળી છે.આમ ભારત અને ન્યુઝીલેન્ડની એ-ટીમ વચ્ચે ૨૨મી સપ્ટેમ્બરથી ચેન્નાઈમાં ત્રણ વન ડેની શ્રેણી શરૂ થશે.જેમાંની બીજી ટી-૨૦ ૨૫મી સપ્ટેમ્બરે જ્યારે ત્રીજી ટી-૨૦ ૨૭મી સપ્ટેમ્બરના રોજ રમાશે.જેમાં ઈન્ડિયા-એ ટીમ- પૃથ્વી શૉ,ઈશ્વરન,ગાયકવાડ,રાહુલ ત્રિપાઠી,રજત પાટિદાર, સેમસન (કેપ્ટન),કે.એસ. ભરત (વાઈસ કેપ્ટન),કુલદીપ યાદવ,શાહબાઝ,રાહુલ ચાહર,તિલક વર્મા,કુલદીપ સેન,શાર્દૂલ ઠાકુર,ઉમરાન મલિક, નવદીપ સૈની અને રાજ બાવાનો સમાવેશ કરવામાં આવ્યો છે.