cricket: વનડે વર્લ્ડ કપ 2023નાં પ્રોમોમાં જોવા મળ્યાં શાહરૂખ ખાન

Sports
Sports

ક્રિકેટની સર્વોચ્ચ સંસ્થા ICC એ વનડે વર્લ્ડ કપ 2023નો પ્રોમો રિલીઝ કરી દીધો છે. આ પ્રોમોનો ચહેરો અને અવાજ બોલિવુડનો કિંગ ખાન શાહરુખ ખાન બન્યો છે. શાહરુખ ખાનની ઉપસ્થિતિ ચક દે ઇન્ડિયાનાં કબીર ખાનની યાદ અપાવે છે. હવે તમે કહેશો કે પ્રોમોમાં શાહરુખ ખાનને જોઈને કેવી રીતે ચક દે ઇન્ડિયાનાં કોચ કબિર ખાન યાદ આવી? એમનાં કહેલાં શબ્દો પરથી આવું અનુભવાયું છે.

ફિલ્મ ચક દે ઇન્ડિયામાં શાહરુખે ભારતીય મહિલા હોકી ટીમના હેડ કોચ કબીર ખાનની ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મમાં તેમનાં દ્વારા બોલાયેલો 70 મિનિટનો ડાયલૉગ બહુ પ્રખ્યાત થયો હતો. તે આજે પણ લોકોની જુબાન પર રહેલો છે. ICC દ્વારા પેશ કરવામાં આવેલ વનડે વર્લ્ડ કપ 2023નાં પ્રોમોમાં પણ બોલિવુડનો બાદશાહ કંઈક એવું જ કરતાં અને કહેતાં જોવા મળ્યો છે.

વનડે વર્લ્ડ કપનાં પ્રોમોમાં શાહરુખ કહે છે ફકત એક દિવસ, બસ એટલું જ અંતર હોય છે ઈતિહાસ રચવામાં અને રચી જવામાં. હવે વનડે વર્લ્ડ કપથી તો 70 મિનિટનું કનેકશન થતું નથી. અહીં એક દિવસનો ખેલ છે. આ આધાર પર શાહરુખ ખાનનો ડાયલોગ બદલાઈ જાય છે.

હવે તમે સમજી ગયાં હશો કે કેવી રીતે શાહરુખ ખાને ચક દે ઇન્ડિયાનાં કબીર ખાનની યાદ અપાવી. હવે એ જાણી લો કે વનડે વર્લ્ડ કપ ક્યારથી શરુ થાય છે. તો ICC માં આ મેગા ઇવેન્ટ 5 ઓક્ટોબરે શરૂ થશે અને 19 નવેમ્બરે સમાપ્ત થશે. આ દરમિયાન 10 ટીમો આ વર્લ્ડ કપ માટે મેદાનમાં ઉતરશે.

ટીમ ઇન્ડિયા માટે સારી વાત છે કે આ વખતે ICC વનડે વર્લ્ડ કપ ભારતમાં જ યોજાશે. ટીમ ઇન્ડિયા પાસે સારી તક હશે અગાઉનાં 10 વર્ષોથી ચાલતો ICCનો ટેગ પોતાનાં નામે કરવાનો. ભારતે છેલ્લી વખત વનડે વર્લ્ડ કપ 2011માં જીત્યો હતો. જો કે છેલ્લો ICCનો ટેગ 2013માં ચેમ્પિયન્સ ટ્રોફીનાં રૂપે હાંસિલ કાર્યો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.