ચેન્નઈ સુપર કિંગ્સના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની IPL 2022ના મેગા ઓક્શન પહેલા ચેન્નઈ પહોંચ્યા

Sports
Sports

CSKના કેપ્ટન તરીકે માહીનું આ છેલ્લું ઓક્શન હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે. તેવામાં સ્ટાફ અને ખેલાડીઓ આને ગંભીરતાથી લઈ રહ્યા છે. વળી ધોની અચાનક ચેન્નઈ પહોંચી જતા ઘણી અટકળો થવા લાગી છે. મીડિયા રિપોર્ટ્સના આધારે ધોની ચેન્નઈ ટીમને ઓક્શનના ગેમ પ્લાન સહિત ભવિષ્યના ખેલાડી તૈયાર કરવા માટે પણ ટકોર કરી શકે છે.

ક્રિકેટના નિષ્ણાંતો અનુમાન લગાવી રહ્યા છે કે IPL 2022ની સિઝન ધોનીની કેપ્ટન અને પ્લેયર તરીકે ટીમ સાથે છેલ્લી રહેશે. વળી ઉલ્લેખનીય છે કે છેલ્લી સિઝનને જોતા ધોનીએ કહ્યું હતું કે મારી ઈચ્છા છે કે હું IPLની છેલ્લી મેચ ચેન્નઈના ગ્રાઉન્ડ પર રમું. પરંતુ કોવિડના વધતા જતા કેસને જોતા BCCI મુંબઈ અને પુનામાં જ આ સિઝનનું આયોજન કરી શકે છે.

ધોનીની કેપ્ટનશિપમાં ચેન્નઈ સુપરકિંગ્સે IPLમાં 4-4 ટાઈટલ પોતાને નામ કર્યા છે. ચેન્નઈએ ગત સિઝનમાં પણ શાનદાર જીત દાખવી હતી. જ્યારે આની પહેલા ધોની એન્ડ ટીમે 2010, 2011 અને 2018માં ટાઈટલ જીત્યું હતું.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.