નાની હાઈટવાળા બાસ્કેટબોલ નથી રમી શકતા, આ વાત ખોટી સાબિત કરી : નીમા

Sports
Sports

રમત જગતમાં ઉચ્ચ સ્તરે પહોંચવાના સ્વપ્ન જોયા બાદ તે સ્તર પ્રમાણેની મહેનત જરૂરી હોય છે. આવી મહેનત કરી સિક્કિમની બાસ્કેટબોલ ખેલાડી નીમા ડોમા ભૂટિયાએ કરી સફળતા મેળવી છે. તેની પાસે આંતરરાષ્ટ્રીય સ્તરના કોર્ટમાં રમવાની વ્યવસ્થા નહોતી. આ ઉપરાંત ઓછી હાઈટને કારણે તે 5 વખત ભારતીય ટીમમાં સિલેક્ટ થઈ નહોતી. જોકે તેણે હાર ન માની અને ભારત માટે બાસ્કેટબોલ રમનાર નોર્થ ઈસ્ટની પ્રથમ ખેલાડી બની. NBAની ડોક્યૂમેન્ટ્રી સિરીઝમાં તેની કહાણી સામેલ છે.

‘સિક્કિમમાં બાસ્કેટબોલનો ક્રેઝ નથી, અહીં ઈન્ટરનેશનલ લેવલનો કોર્ટ પણ નહોતો. ત્યાં લોકો ફૂટબોલ વધુ રમે છે. મારે કંઈક અલગ કરવું હતું. આ મારું સ્વપ્ન હતું. તેથી મે બાસ્કેટબોલની પસંદગી કરી. લોકો વિચારે છે કે ઓછી હાઈટ સાથે બાસ્કેટબોલ ન રમી શકાય. આ વાતને ખોટી સાબિત કરવી હતી. કોલેજના અભ્યાસ માટે હું મધ્ય પ્રદેશ આવી અને અહીં બાસ્કેટબોલ રમવાનું ચાલુ રાખ્યું. સ્ટેટમાં સારા પ્રદર્શન બાદ 5 વાર ભારતીય કેમ્પમાં પહોંચી. પરંતુ પસંદગી ન થઈ. તેમ છતાં હાર ન માની. મને વિશ્વાસ હતો ક્યારેક તો પસંદગી થશે અને છઠ્ઠી વખતમાં મારું સ્વપ્ન પૂર્ણ થયું.’

‘હું ભારતીય ટીમ વતી રમી. હું રમત માટે દરવખતે વધુ સમય આપતી જેથી કેમ્પમાં વધુ સારા પ્રદશન થકી પસંદગી થાય. હાલમાં મારી પસંદગી રેલવેમાં થઈ. થોડા સમયમાં સિનિયર રેલવે નેશનલ ટૂર્નામેન્ટ રમાશે તેથી તેની તૈયારી કરી રહી છું. મારા ટીમમાં પહોંચ્યા બાદ નોર્થ ઈસ્ટમાં ઘણા ખેલાડીઓ બાસ્કેટબોલ રમતા થયા. મારી યોજના વધુમાં વધુ યુવાનોને બાસ્કેટબોલ માટે પ્રેરિત કરવા અને તેમને ટ્રેનિંગ આપવાની છે.’


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.