બટલરે તોડ્યું કોહલીનું સપનું, હવે આ રેકોર્ડને ધરાશાયી કરવા પર નજર

Sports
Sports

રાજસ્થાન રોયલ્સએ ઇન્ડિયન પ્રીમિયર લીગ 2022 સીઝનના ક્વોલિફાયર-2માં જબરદસ્ત વિજય નોંધાવ્યા બાદ ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. શુક્રવારે રમાયેલી મેચમાં ટીમે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને 7 વિકેટે હરાવ્યું હતું. મેચનો હીરો જોસ બટલર રહ્યો હતો, જેણે અણનમ સદી ફટકારીને વિરાટ કોહલીનું ટાઈટલ જીતવાનું સપનું તોડી નાખ્યું હતું.

બટલરે બનાવ્યો રેકોર્ડ

મેચ વિનિંગ ઇનિંગ્સ માટે બટલરને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો. આ ઇંગ્લિશ ઓપનરે 60 બોલમાં 106 રનની અણનમ ઇનિંગ રમી હતી. તેણે પોતાની ઇનિંગમાં 6 સિક્સ અને 10 ફોર ફટકારી હતી. આ ઇનિંગ્સના કારણે, બટલરે IPL ઇતિહાસમાં રનનો મોટો રેકોર્ડ બનાવ્યો છે.

બટલરથી આગળ વોર્નર અને કોહલી

બટલર એક જ સિઝનમાં 800થી વધુ રન બનાવનાર ત્રીજો ખેલાડી બની ગયો છે. માત્ર ડેવિડ વોર્નર અને વિરાટ કોહલી એક સિઝનમાં સૌથી વધુ રનના મામલે બટલરથી આગળ છે. બટલરની હજુ એક મેચ બાકી છે તેથી તે વોર્નર અને કોહલીનો રેકોર્ડ તોડી શકે છે. જો કે કોહલીનો રેકોર્ડ તોડવા માટે બટલરે ફરી એકવાર સદી ફટકારવી પડશે.

વિરાટે 2016માં 973 રન બનાવ્યા હતા

બટલરે વર્તમાન સિઝનમાં 16 મેચમાં 824 રન બનાવ્યા છે. તેણે આ સિઝનમાં 4 સદી ફટકારી છે. જ્યારે વિરાટ કોહલી 973 રન સાથે ટોપ પર છે. તેણે આ રન 2016ની સિઝનમાં બનાવ્યા હતા. બીજા નંબર પર રહેલા વોર્નરે 2016ની સીઝનમાં જ 848 રન બનાવ્યા હતા. બટલર વોર્નરનો રેકોર્ડ તોડવાની નજીક છે, જ્યારે કોહલી હજુ પણ તેનાથી ઘણો આગળ છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.