પાકિસ્તાની ક્રિકેટર હનીફ મોહમ્મદના ભાઈનુ નિધન થયું

Sports
Sports

પાકિસ્તાનના પૂર્વ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટર રઈસ મોહમ્મદનું નિધન થયું છે.જેઓ 89 વર્ષના હતા અને છેલ્લા કેટલાક સમયથી બીમાર હતા.રઈસ કોઈ સામાન્ય ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટર નહતો,પરંતુ તેમનો ખૂબ દરજ્જો હતો અને આ દરજ્જાનું કારણ તેમનો પરિવાર હતો.જે સંપૂર્ણપણે ક્રિકેટમાં ડૂબેલો હતો.રઈસ પાકિસ્તાનના મશેર મોહમ્મદ પરિવારનો સભ્ય હતો,

જ્યાં પાંચ ભાઈઓ ક્રિકેટર હતા.જેમાંથી સૌથી પ્રતિષ્ઠિત બેટ્સમેન હનીફ મોહમ્મદ હતા.રઈસનું 14 ફેબ્રુઆરીએ સવારે કરાચીમાં અવસાન થયું હતું. તેના નાનાભાઈ અને ભૂતપૂર્વ ટેસ્ટ ક્રિકેટર સાદિક મોહમ્મદે રઈસના મૃત્યુની પુષ્ટિ કરી હતી.રઈસ પાકિસ્તાની ક્રિકેટ ટીમમાં સ્થાન મેળવી શક્યા ન હતા અને ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં જ તેમણે પોતાની ક્ષમતા બતાવવાની તક મળી હતી.આમ પરિવારના પાંચ ભાઈઓમાં રઈસ મોહમ્મદ બીજા હતા.

જેમાં વજીર મોહમ્મદ સૌથી મોટો ભાઈ હતો, જ્યારે હનીફ મોહમ્મદ ત્રીજા નંબરે હતા.મુશ્તાક મોહમ્મદ ચોથા અને સાદિક મોહમ્મદ સૌથી નાના ભાઈ હતા તેમના અન્ય ચાર ભાઈઓને પાકિસ્તાન માટે ટેસ્ટ ક્રિકેટ રમવાની તક મળી હતી.જેમાં હનીફ મોહમ્મદ પ્રખ્યાત હતા જેમણે પાકિસ્તાન માટે 55 ટેસ્ટમાં 4,000 રન બનાવ્યા હતા.હનીફ અને મુશ્તાક મોહમ્મદ પાકિસ્તાની ટીમના કેપ્ટન પણ બન્યા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.