આવતીકાલે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બોકસીંગ-ડે ટેસ્ટ મેચ

Sports
Sports

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આવતીકાલે મેલબોર્નમાં ટેસ્ટ શ્રેણીની બીજી ટેસ્ટ મેચ રમાશે જે બોકસીંગ-ડે ટેસ્ટ હશે. ભારતીય ટીમનું નેતૃત્વ અજીંકયા રહાણે કરશે. ઉપરાંત ટીમમાં અનેક ફેરફારની સંભાવના છે. તેમાંય મોહમ્મદ સામીની જગ્યાએ મોહમ્મદ સિરાઝ, ઉપરાંત કે.એલ.રાહુલ તથા રવિન્દ્ર જાડેજાની શકયતા જણાય છે. એડીલેડ ખાતેની પ્રથમ ટેસ્ટમાં મળેલા શરમજનક પરાજય બાદ ટીમ સાવધાન બની ચુકી છે.

કે.એલ.રાહુલનો ટીમમાં સમાવેશ થતાં બેટીંગ લાઇન-અપ સ્ટ્રોંગ બની જશે, રાહુલે ઓગષ્ટ ર019માં છેલ્લે ટેસ્ટ રમી હતી.કે.એલ.રાહુલે 36 ટેસ્ટમાં ર006 રન બનાવ્યા છે. જેમાં પ સદીનો સમાવેશ થાય છે. આઇપીએલમાં પણ રાહુલનો દેખાવ પ્રશંસનીય રહેવા પામ્યો હતો. વૃધ્ધીમાન સહાની જગ્યાએ ઋષભ પંત વિકેટ કીપર તરીકે ટીમમાં સમાવિષ્ટ થશે. મોહમ્મદ સિરાઝને ટેસ્ટ ડેબ્યુ કરવાનો શાનદાર મોકો છે, તેણે પ્રથમ કક્ષાની ક્રિકેટમાં 38 મેચોમાં 1પર વિકેટો ઝડપી છે.

રવિન્દ્ર જાડેજા એક અનુભવી અને આધારભૂત ઓલ રાઉન્ડરની સફળ ભૂમિકા ભજવી રહ્યો છે ત્યારે ટીમમાં તેનો પ્રવેશ બેટીંગ-બોલિંગ ક્ષેત્રમાં શાનદાર બની રહેશે.અજીંકયા રહાણે માટે બોકસીંગ-ડે ટેસ્ટ ખુબ જ મહત્વની બની રહેશે, પ્રથમ ટેસ્ટ વિરાટના નેતૃત્વમાં ગુમાવ્યા બાદ ભારત માટે હવે ખરી કસોટી થવાની છે.

ઓસ્ટ્રેલિયાની ટીમમાં સુકાની ટીમ પેન સારા એવા ફોર્મમાં ચાલી રહ્યો છે ત્યારે સ્ટ્રોંગ બેટીંગ લાઇન અપ ધરાવતી ઓસ્ટ્રેલિયાની ટીમ માટે આ ટેસ્ટમાં પણ ખતરનાક ગોલંદાજો હેઝલવુડ, નાથાન લિયોન, મિકેલ સ્ટાર્ક ભારતને જલ્દી આઉટ કરવા પ્રયત્ન કરશે. હેઝલવુડે પ્રથમ ટેસ્ટનાં બીજા દાવમાં માત્ર 8 રનમાં પાંચ વિકેટો ઝડપી હતી.

ભારત બીજા દાવમાં માત્ર 36 રનમાં ઓલ આઉટ થયું હતું હવે પછીની ત્રણેય ટેસ્ટમાં ટીમનું નેતૃત્વ અજીંકયા રહાણે કરશે, તેણે બે વખત ભારતીય ટીમનું નેતૃત્વ કર્યુ છે અને બંને વખત ટીમને વિજયી બનાવ્યું છે.

ઓસ્ટ્રેલિયા સામેની ધર્મશાળા ખાતે રમાયેલી મેચમાં ભારત વિજયી નિવડયુ હતું ત્યારબાદ અફઘાનિસ્તાન સામે પણ ભારતે વિજય પ્રાપ્ત કર્યો હતો. રહાણેને આશા છે કે.એલ.રાહુલ, અગ્રવાલ અને ચેતેશ્ર્વર પુજારા ચોકકસપણે લાંબી ઇનિંગ્ઝો રમશે તેમાં બે મત નથી.

ભારત માટે ફરી ઉમેશ યાદવ, અશ્ર્વિન જાડેજા, અને બુમરાહ નિર્ણાયક ગોલંદાજા દ્વારા હરીફ ટીમને દબાણ હેઠળ રમવા મજબુર કરી શકે તેમ છે.અજીંકયા રહાણે એક બેટધર તરીકે 66 ટેસ્ટમાં 4ર4પ રન 11 સદી સાથે બનાવ્યા છે, તેને ર016નાં સત્રમાં અર્જુન એવોર્ડ પણ એનાયત થયો હતો.

ટેસ્ટનાં બંને દાવમાં સદી નોંધાવનારને ભારતનો પાંચમો બેટધર છે. 9મો ભારતીય ખેલાડી જેણે પ્રથમ ટેસ્ટ એક સુકાની તરીકે જીતી છે. અત્યાર સુધી મેલબોર્નમાં ભારત કુલ 13 ટેસ્ટ મેચો રમ્યું છે.
જેમાંથી ભારતે 3 ટેસ્ટ જીતી છે. જ્યારે 8 ટેસ્ટ ગુમાવી છે. ર ટેસ્ટ ડ્રો થઇ છે. આ વખતે ભારત પુરા આત્મવિશ્ર્વાસ સાથે મેદાનમાં ઉતરશે અને પ્રથમ ટેસ્ટના પરાજય બાદ ખેલાડીઓ સંપૂર્ણ સારા દેખાવ માટે કટીબધ્ધ છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.