શ્રીલંકા પ્રવાસથી બહાર થયો બેન સ્ટોક્સ, જાેફરા આર્ચરને અપાયો આરામ

Sports
Sports

ન્યુ દિલ્હી,
ઇંગ્લેન્ડના આધારભૂત ઓલરાઉન્ડર બેન સ્ટોક્સના પિતાનું તાજેતરમાં જ નિધન થયું હતું. ત્યાર બાદ બેન સ્ટોક્સ હજી પણ આઘાતમાંથી બહાર આવ્યો નથી અને તેણે શ્રીલંકાના પ્રવાસે જનારી ઇંગ્લેન્ડની ટીમમાંથી બહાર રહેવાનું પસંદ કર્યું છે. ઇંગ્લેન્ડની ટીમ ૨૦૨૧ના પ્રારંભમાં ભારત અને શ્રીલંકાનો પ્રવાસ ખેડવાની છે. આ માટે જાહેર કરાયેલી ટીમમાંથી ઝડપી બોલર જાેફરા આર્ચરને આરામ આપવામાં આવ્યો છે. એવી શક્યતા છે કે આર્ચરને ત્યાર બાદના ભારતના મહત્વના પ્રવાસ માટે પસંદ કરવામાં આવે.
આ ઉપરાંત જેની લાંબા સમયથી રાહ જાેવાય છે તે ભારત સામેની ચાર ટેસ્ટની સિરીઝ વખતે જાેફરા આર્ચરની સાથે બેન સ્ટોક્સ પણ ટીમમાં પરત ફરી શકે છે. ઇંગ્લેન્ડની ટીમ ક્રિસમસ બાદ બીજી જાન્યુઆરીએ શ્રીલંકાના પ્રવાસ માટે રવાના થશે. જ્યાં તેઓ ગોલ ઇન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે ૧૪થી ૧૮ જાન્યુઆરીએ પ્રથમ અને ૨૨થી ૨૬મી જાન્યુઆરીએ બીજી ટેસ્ટ રમશે. જાેઝ બટલર અને જાેની બેરસ્ટોનો ટીમમાં સમાવેશ કરાયો છે. એસેક્સનો ડેન લોરેન્સ પણ આ પ્રવાસે જનારો છે.
ઇંગ્લેન્ડની ટીમમાં આ એકમાત્ર નવો ચહેરો છે. ટીમ આ મુજબ છે. જાે રૂટ (સુકાની), મોઇન અલી, જેમ્સ એન્ડરસન, જાેનાથન બેરસ્ટો, ડોમ બેઝ, સ્ટુઅર્ટ બ્રોડ, જાેઝ બટલર, ઝેક ક્રોલી, સેમ કરન, બેન ફોક્સ, ડેન લોરેન્સ, જેક લિચ, ડોમ સિબલી, ઓલીવર સ્ટોન, ક્રિસ વોક્સ, માર્ક વૂડ.

Tags


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.