વિરાટ કોહલીનાં એકશનથી BCCI નારાજ, હવે ટીમના બધાં ખેલાડીઓને સંભળાવ્યું ‘ફરમાન’!
ભારતીય ટીમ મેનેજમન્ટે ખેલાડીઓને સોશિયલ મીડિયા પર પોતાનાં ફિટનેસ સ્કોર વિશે કોઈ જાણકારી ન આપવાં માટે કહ્યું છે અને મેનેજમન્ટે આ સલાહ વિરાટ કોહલીની પોસ્ટનાં થોડાં કલાકો પછી આપી છે. જેના પછી એવું લાગી રહ્યું છે કે BCCI ને કોહલીની હરકત પસંદ નથી. વાસ્તવમાં એશિયા કપ પહેલાં તૈયારી માટે બેંગ્લોરમાં ટ્રેનિંગ કેમ્પ લગાવ્યો છે, જેમાં વિરાટ કોહલી, રોહીત શર્મા સહીત બધાં ખેલાડીઓને શામિલ છે. આ કેમ્પનાં પહેલાં દીવસે કોહલીએ પોતાનાં ઇંસ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી છે, જેમાં કોહલીએ જણાવ્યું કે તેણે યો યો ટેસ્ટમાં 17.2નો સ્કોર કર્યો છે.
કોહલીની આ પોસ્ટ બોર્ડને પસંદ આવી નથી. ઇન્ડિયન એક્સપ્રેસ અનુસાર કેમ્પમાં સામેલ બધાં ખેલાડીઓને બોર્ડનાં દૃષ્ટિકોણ વિશે જણાવવામાં આવ્યું છે. મીડિયા રીપોર્ટસ અનુસાર BCCI ના એક અધિકારીએ જણાવ્યું કે ખેલાડીઓને મૌખિક રુપથી જાણકારી આપવામાં આવી છે કે સોશિયલ મીડિયા પર કોઈ પણ અંગત બાબત શેર કરવાનું ટાળો. તે રનિંગની પોસ્ટ કરી શકે છે,પરંતુ સ્કોર પોસ્ટ કરવાથી કોન્ટ્રેક્ટનાં નિયમોનું ઉલ્લંઘન થાય છે.
ભારતીય ટીમ મેનેજમેન્ટે ખેલાડીઓ માટે 6 દિવસનો કેમ્પ લગાવ્યો છે. પહેલાં દીવસે ખેલાડીઓનો યો યો ટેસ્ટ કરવામાં આવ્યો હતો. એશિયા કપથી પહેલાં એ ખેલાડીઓનો સંપૂર્ણ બોર્ડ ટેસ્ટ થશે, જેણે 13 દિવસનો ફિટનેસ પ્રોગ્રામ આપ્યો હતો. તેમાં બ્લડ ટેસ્ટ પણ સામેલ છે. ટ્રેનર્સ તેમની ફિટનેસની તપાસ કરશે અને જે ખેલાડી આ ધોરણ પર ખરો ઉતરશે નહીં, તેની સામે કાર્યવાહી થશે. વાસ્તવમાં બોર્ડ વર્લ્ડ કપને ધ્યાનમાં લેતાં કોઈ જોખમ લેવા માંગતું નથી.
મેનેજમેન્ટે 13 દિવસનો ફિટનેસ પ્રોગ્રામ એ ખેલાડીને આપ્યો છે, જે વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસથી પરત ફર્યા છે અને આયર્લેન્ડ સામે 3 T20 મેચોની સીરીઝમાં સામેલ હતાં નહીં. બ્રેક દરમિયાન રોહીત, કોહલી, હાર્દિક પંડયા, રવીન્દ્ર જાડેજા, મોહમ્મદ શમી અને મોહમ્મદ સિરાજને આ પ્રોગ્રામનું અનુસરણ કરવાનું કહ્યું છે.