બાંગ્લાદેશના પ્રથમ ઈનિંગમાં 330 રન સામે પાકિસ્તાને વિના વિકેટે 145 રન નોધાવ્યા
હસન અલીએ 5 વિકેટ ઝડપતાં બાંગ્લાદેશની પ્રથમ ઈનિંગ ૩૩૦ રનમાં સમેટાઈ હતી. જે પછી પાકિસ્તાને પ્રથમ ઈનિંગમાં મજબુત શરૂઆત કરતાં પ્રથમ ટેસ્ટમાં બીજા દિવસની રમતના અંતે વિના વિકેટે 145 રન નોંધાવ્યા હતા. જેમાં ઓપનર આબિદ અલી 93 અને અબ્દુલ્લાહ શફિક 52 રને નોટઆઉટ રહ્યા હતા. બાંગ્લાદેશે પ્રથમ દિવસે આત્મવિશ્વાસ સાથે બેટીંગ કરી હતી. પરંતુ બીજા દિવસની રમતમાં પાકિસ્તાનના બોલરો હાવી રહ્યા હતા. જેમાં હસન અલીએ પ્રભુત્સભર દેખાવ કરતાં મેચ પર પકડ જમાવી હતી.