વનડે અને T-20માં બાબર આઝમ અને રિઝવાને ખિતાબ જીત્યો

Sports
Sports

ICCએ 2021ના સર્વશ્રેષ્ઠ ખેલાડીઓના નામ જાહેર કર્યા છે. આ અવોર્ડમાં પાકિસ્તાની ખેલાડીઓનો દબદબો રહ્યો હતો. તે જ સમયે, સ્મૃતિ મંધાનાએ ભારતની શાખ બચાવી છે. મંધાનાને ICC દ્વારા વુમન ક્રિકેટર ઓફ ધ યર જાહેર કરવામાં આવી છે.

પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમ ICC ODI ક્રિકેટર ઓફ ધ યર છે, જ્યારે પાકિસ્તાનના ફાસ્ટ બોલર શાહીન શાહ આફ્રિદીને મેન્સ ક્રિકેટર ઓફ ધ યર તરીકે પસંદ કરવામાં આવ્યો છે. તેવામાં મોહમ્મદ રિઝવાન પહેલા જ T20 ક્રિકેટર ઓફ ધ યર બની ચૂક્યો છે.

શાહીન આફ્રિદી વર્ષનો સૌથી નાની એટલે કે 21 વર્ષની ઉંમરમાં આ સન્માન પ્રાપ્ત કર્યું છે. શાહિને વર્ષ 2021માં 36 આંતરરાષ્ટ્રીય મેચ રમી અને 22.20ની જોરદાર એવરેજ સાથે 78 વિકેટ લીધી હતી. આ દરમિયાન તેનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન 51 રનમાં 6 વિકેટ હતું.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.