ઓસ્ટ્રેલિયાનો ક્રિસ લિન BBL અને યુએઈ ટી૨૦ લીગ બન્નેમાં રમશે

Sports
Sports

નવીદિલ્હી,ઓસ્ટ્રેલિયાનો બેટ્‌સમેન ક્રિસ લિન બિગ બેશ લિગની ૧૧ મેચમાં રમશે તથા સંયુક્ત આરબ અમિરાતમાં યોજાનાર પ્રથમ આંતરાષ્ટ્રીય ટી૨૦ લીગમાં પણ ભાગ લેશે. બીબીએલના ઈતિહાસમાં સર્વાધિક રન કરનાર લિને ક્રિકેટ ઓસ્ટ્રેલિયા સાથે કરાર કર્યા છે જેથી તે બન્ને ટૂર્નામેન્ટમાં ભાગ લઈ શકશે. ૩૨ વર્ષના લિનને ક્રિકેટ ઓસ્ટ્રેલિયા નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ (એનઓસી) આપશે જેને પગલે તે આંતરાષ્ટ્રીય ક્રિકેટ સંઘ (આઈસીસી)ના નિયમ મુજબ વિદેશમાં લીગમાં રમી શકશે.

લિને ગત સપ્તાહે ગલ્ફ જાયન્ટ્‌સ ટીમ કરારબદ્ધ થયો હતો. બીબીએલમાં તે એડીલેડ સ્ટ્રાઈકર્સ તરફથી ૧૧ મેચ રમશે. ક્રિસ લિન વર્ષો સુધી આઈપીએલમાં પણ રમ્યો હતો. ૨૦૨૦ અને ૨૦૨૧માં તે મુંબઈ ઈન્ડિયન્સનો હિસ્સો હતો. જાે કે તેને બે સિઝનમાં ફક્ત એક મેચ રમવાની તક મળી હતી. ૨૦૨૨માં તેને કોઈ ફ્રેન્ચાઈઝએ ખરીદ્યો નહતો. ૨૦૧૯ સુધી લિન કોલકાતા નાઈટરાઈડર્સ તરફથી પ્લેઈંગ ઈલેવનમાં રમતો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.