ઈંગ્લેન્ડ સામેની ડે-નાઈટ ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાના બે વિકેટે ૨૨૧ રન

Sports
Sports

ઓપનર ડેવિડ વોર્નરના ૯૫ રન તેમજ વન ડાઉન બેટ્સમેન લાબુશૅનના નોટઆઉટ ૯૫ની મદદથી ઓસ્ટ્રેલિયાએ ઈંગ્લેન્ડ સામેની બીજી એશિઝ ડે-નાઈટ ટેસ્ટમાં પ્રથમ દિવસની રમતના અંતે બે વિકેટે ૨૨૧ રન નોંધાવ્યા હતા. લાબુશૅનની સાથે કમિન્સના સ્થાને કેપ્ટન્સી કરી રહેલો સ્ટીવ સ્મિથ ૧૮ રને રમતમાં હતો. કમિન્સ કોરોનાગ્રસ્ત વ્યક્તિના સંપર્કમાં આવ્યો હોવાથી આઇસોલેશનમાં છે. જેના કારણે તે આ ટેસ્ટમાં રમી રહ્યો નથી.

પ્રવાસી ઈંગ્લેન્ડ માટે આજનો દિવસ અત્યંત સંઘર્ષમય રહ્યો હતો. વિકેટકિપર જોશ બટલરે બે વખત લાબુશૅનના કેચ પડતા મૂક્યા હતા. છેલ્લે લાબુશૅનને ૯૫ રને જીવતદાન મળ્યું હતુ. જ્યારે ઈંગ્લેન્ડના બ્રોડ અને સ્ટોક્સે અનુક્રમે હેરિસ અને વોર્નરની વિકેટ ઝડપી હતી. ૨૦૧૮માં બોલ ટેમ્પરિંગ કાંડ બાદના પ્રતિબંધને કારણે કેપ્ટન્સી ગુમાવનારો સ્મિથ ફરી સુકાની પદે પાછો ફર્યો હતો. તેણે ટોસ જીતીને બેટીંગ પસંદ કરી હતી.

હેરિસ સસ્તામાં આઉટ થયો તે પછી વોર્નર અને લાબુશૅને ૧૭૨ રનની ભાગીદારી કરી હતી. તે ૧૬૭ બોલમાં ૧૧ ચોગ્ગા સાથે ૯૫ રને આઉટ થયો હતો. વોર્નર બ્રિસબેનના મેદાન પર ૨૦૧૭-૧૮ પછી પહેલી વખત આઉટ થયો હતો. તેણે ૨૦૧૯માં પાકિસ્તાન સામે ૩૩૫* રનની ઈનિંગ રમી હતી. જે પછી તે ભારત સામે ગત ઉનાળામાં રમ્યો નહતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.