ઓસ્ટ્રેલિયાને ત્રણ ઓવરમાં બે વિકેટની જરૂર હતી, સ્મિથનું શાનદાર પ્રદર્શન છતા પણ મેચ ડ્રો થઈ

Sports
Sports

ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ વચ્ચે ચાલી રહેલી એશિઝ શ્રેણીની ચોથી ટેસ્ટ મેચ રોમાંચક રીતે ડ્રો થઈ હતી. ઓસ્ટ્રેલિયાને જીતવા માટે છેલ્લા 64 બોલમાં 2 વિકેટની જરૂર હતી. મેચમાં માત્ર 3 ઓવર એટલે કે 18 બોલ બાકી હતા. ત્યારબાદ કાંગારૂ કેપ્ટન પેટ કમિન્સે સ્ટીવ સ્મિથને બોલિંગ કરવા ઉતાર્યો હતો. સ્મિથે સફળતા પણ હાંસલ કરી હતી, પરંતુ તે મેચમાં પોતાની ટીમને જીત તરફ લઈ જઈ શક્યો નહોતો. આવો જાણીએ છેલ્લી ત્રણ ઓવરમાં શું-શુ થયું…

સ્ટીવ સ્મિથ ઈંગ્લેન્ડની ઈનિંગની 100મી ઓવર નાખવા આવ્યો હતો. આ ઓવરના છેલ્લા બોલ પર જેક લીચને બોલ્ડ ડેવિડ વોર્નરના હાથે કેચ આઉટ કર્યો હતો અને ઓસ્ટ્રેલિયાને જીતના ઉંબરે પર પહોંચાડી દીધુ હતુ. સ્મિથે 2016 પછી પ્રથમ વખત ટેસ્ટ વિકેટ લીધી. આ પહેલા તેણે નવેમ્બર 2016માં પર્થ ટેસ્ટમાં દક્ષિણ આફ્રિકાના વર્નોન ફિલેન્ડરની વિકેટ લીધી હતી. લીચ 34 બોલ અને 77 મિનિટના સંઘર્ષ બાદ આઉટ થયો હતો. આ પછી ઓસ્ટ્રેલિયાને 12 બોલમાં છેલ્લી વિકેટની જરૂર હતી.

ઈંગ્લેન્ડની ઈનિંગની 101મી ઓવર ઓફ સ્પિનર ​​નાથન લેયને લીધી હતી. સ્ટુઅર્ટ બ્રોડે આ ઓવરના તમામ 6 બોલ સુરક્ષિત રીતે રમ્યા હતા. પરંતુ, તે જ સમયે એક મોટો પડકાર આવ્યો. છેલ્લી ઓવરમાં નંબર-11 બેટ્સમેન જેમ્સ એન્ડરસનને વિકેટ બચાવવાની હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.