પહેલી એશિઝ ટેસ્ટ જીતી ઓસ્ટ્રેલિયા બીજા સ્થાન પર પહોંચ્યું

Sports
Sports

ઓસ્ટ્રેલિયાએ એશિઝ ટેસ્ટ સિરીઝની પહેલી મેચમાં ઈંગ્લેન્ડને 9 વિકેટે હરાવ્યું હતું. આ સાથે તે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને પહોંચી ગઈ છે. જોકે આનાથી ભારત અને પાકિસ્તાનને નુકસાન થયું છે. ભારત ચોથા સ્થાને જ્યારે પાકિસ્તાન ત્રીજા સ્થાને પહોંચી ગયું છે. તેવામાં અત્યારે શ્રીલંકન ટીમ પોઈન્ટ ટેબલમાં ટોચ પર છે.

ઓસ્ટ્રેલિયાએ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC) હેઠળ અત્યારસુધી માત્ર એક જ ટેસ્ટ રમી છે અને તે જીતી લીધી છે. ઓસ્ટ્રેલિયાના કુલ 12 પોઈન્ટ છે. શ્રીલંકા 24 પોઈન્ટ સાથે પ્રથમ સ્થાને છે.

પોઈન્ટની ટકાવારીમાં શ્રીલંકા અને ઓસ્ટ્રેલિયા સમાન છે.

આ ટૂર્નામેન્ટમાં પોઈન્ટ્સની ટકાવારીના આધારે ટીમનું રેન્કિંગ નક્કી કરવામાં આવશે.

એશિઝ શ્રેણીની પ્રથમ ટેસ્ટ હાર્યા બાદ ઈંગ્લેન્ડને મોટો ફટકો પડ્યો છે. ગાબા ખાતે 9 વિકેટના પરાજય બાદ ઈંગ્લેન્ડ ચોથા સ્થાનેથી સાતમા સ્થાને આવી ગયું છે.

ઓસ્ટ્રેલિયાની જીતથી ભારત અને પાકિસ્તાનને નુકસાન થયું છે. પાકિસ્તાન બીજાથી ત્રીજા અને ભારત ત્રીજાથી ચોથા સ્થાને આવી ગયું છે. ભારત WTC હેઠળ અત્યાર સુધીમાં કુલ 6 ટેસ્ટ મેચ રમ્યું છે, જેમાં ટીમે ત્રણમાં જીત અને એકમાં હારનો સામનો કર્યો છે અને 2 ટેસ્ટ ડ્રો રહી છે.

ભારતના કુલ 42 પોઈન્ટ થાય છે.

પાકિસ્તાન 36 પોઈન્ટ હોવા છતાં ત્રીજા સ્થાને છે. તેણે 2 મેચ જીતી છે અને એકમાં તેને હારનો સામનો કરવો પડ્યો છે.

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની બીજી સિઝનમાં 9 દેશ સામેલ

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની બીજી સિઝન શરૂ થઈ ગઈ છે. આ વખતે તેમાં 9 ટીમનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં દક્ષિણ આફ્રિકા સિવાયની તમામ ટીમોએ ઓછામાં ઓછી એક મેચ રમી લીધી છે. દક્ષિણ આફ્રિકા વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ માટેના અભિયાનની શરૂઆત આ મહિને ભારત સામે ઘરઆંગણે સીરિઝ સાથે કરશે.

ભારતે દક્ષિણ આફ્રિકાના પ્રવાસમાં ત્રણ ટેસ્ટ અને માત્ર ત્રણ વનડે રમવાની છે.

પ્રથમ ટેસ્ટ 26 થી 30 ડિસેમ્બર દરમિયાન સેન્ચુરિયનમાં રમાશે.

ભારતીય ટીમ હજુ સુધી દક્ષિણ આફ્રિકાની ધરતી પર ટેસ્ટ શ્રેણી જીતવામાં સફળ રહી નથી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.