T20 સ્ક્વોડમાં અક્ષર-હર્ષલ પટેલની એન્ટ્રી

Sports
Sports

ઈન્ડિયા અને વેસ્ટ ઈન્ડીઝ વચ્ચે આયોજિત 3 વન-ડે અને 3 T20 માટે ઈન્ડિયન ટીમની જાહેરાત થઈ ગઈ છે. ઉલ્લેખનીય છે કે આ બંને સ્ક્વોડમાં વોશિંગ્ટન સુંદર, રવિ બિશ્નોઈને પસંદ કરવામાં આવ્યા છે. તો બીજી બાજુ ફાસ્ટ બોલિંગ ડિપાર્ટમેન્ટને સંભાળવા હર્ષલ પટેલને T20 સ્ક્વોડમાં પસંદ કરાયો છે તો આવેશ ખાન વનડે અને T20 એમ બંને સ્ક્વોડમાં ટીમ સાથે જોડાયો છે.

ચાઈનામેન બોલર કુલદીપ યાદવને ગત વર્ષે ખરાબ ફોર્મના કારણે ODI અને T20 ટીમમાંથી બહાર કરવામાં આવ્યો હતો, પરંતુ તે વેસ્ટ ઈન્ડિઝની સિરીઝથી ટીમમાં કમબેક કરી રહ્યો છે. કુલદીપને T-20 વર્લ્ડ કપ અને આફ્રિકા પ્રવાસ માટેની ટીમમાં પણ સામેલ કરવામાં આવ્યો નહોતો. તેણે ગયા વર્ષે શ્રીલંકા પ્રવાસ પર તેની છેલ્લી ODI અને T20I રમી હતી.

જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમીને આ સિરીઝમાંથી આરામ અપાયો છે. વળી રવીન્દ્ર જાડેજા પણ ઘુંટણીની ઈન્જરીથી રિકવરીના ફાઈનલ સ્ટેજમાં હોવાથી તે આ સિરીઝમાં ભાગ લેશે નહીં. આની સાથે વાઈસ કેપ્ટન રાહુલ બીજી વનડેથી ટીમ સાથે જોડાશે.

ટીમમાં જોધપુરના યુવા લેગ સ્પિનર ​​રવિ બિશ્નોઈને પ્રથમ વખત નેશનલ ટીમનો ભાગ બનાવવામાં આવ્યો છે. રવિની વેસ્ટ ઈન્ડિઝ T20 સીરીઝ માટે ટીમમાં પસંદગી કરવામાં આવી છે. 2020માં ટીમ ઈન્ડિયા માટે અંડર-19 વર્લ્ડ કપ રમનારા બિશ્નોઈએ ખૂબ જ ઓછા સમયમાં ક્રિકેટના નિષ્ણાંતોને પ્રભાવિત કર્યા છે. અંડર-19 WCમાં તેણે ભારત માટે 6 મેચમાં 17 વિકેટ લીધી હતી. આ સિવાય છેલ્લા બે વર્ષથી IPLમાં પંજાબ કિંગ્સ તરફથી રમતા તેણે 23 મેચમાં 24 વિકેટ ઝડપી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.