અમદાવાદ ટીમની મુશ્કેલીમાં વધારો, CVCને હજુ ટેન્ડર પેપર્સ મળ્યાં નથી

Sports
Sports

ઈન્ડિયન પ્રીમિયર લીગમાં પહેલીવાર ભાગ લઈ રહેલી અમદાવાદની ટીમની મુશ્કેલીમાં વધારો થયો છે, કારણ કે એક બાજુ અત્યારે તમામ ફ્રેન્ચાઈઝી IPLમાં ભાગ લેનારી તમામ ટીમો મેગા ઓક્શન માટે ટીમ કોમ્બિનેશનને ધ્યાનમાં રાખીને ખેલાડી રિટેન કરવાનો પ્લાન કરી રહી છે. એવામાં અત્યારે અમદાવાદની ટીમના અસ્તિત્વ સામે સવાલો ઊઠી રહ્યા છે. BCCIએ CVC કેપિટલ્સને હજુ સુધી ટીમના ટેન્ડરનાં પેપર્સ પણ આપ્યાં નથી.

IPLમાં સામેલ થનારી અમદાવાદની ટીમને CVC કેપિટલ્સ નામની કંપનીએ 5625 કરોડ રૂપિયામાં ખરીદી છે, પરંતુ મીડિયાના અહેવાલો પ્રમાણે, BCCIએ હજુ સુધી CVC કેપિટલ્સને ટેન્ડરનાં પેપર્સ આપ્યાં નથી, જેથી આ તમામ પાસાંને ધ્યાનમાં રાખતાં હજુ સુધી અમદાવાદની કંપની ઓન પેપર બની જ નથી.

અનુમાન લગાવાઈ રહ્યું છે કે જ્યારે CVC કેપિટલ્સે અમદાવાદની ટીમ માટે બીડિંગ પ્રોસેસ પૂરી કરી ત્યારે એનું નામ સટ્ટાબાજી સાથે જોડવામાં આવ્યું હતું. આ કારણોસર BCCI હજુ વિચાર કરી રહી હોય એવું અનુમાન લગાવાઈ રહ્યું છે. જોકે BCCIએ આ અંગે હજુ સુધી અમદાવાદ માટે સત્તાવાર નિવેદન પણ બહાર પાડ્યું નથી.

મીડિયા રિપોર્ટ્સના આધારે BCCIએ CVC કેપિટલ્સ મુદ્દે ભારતના સોલિસિટર જનરલ, તુષાર મહેતાને આ કેસ સોંપ્યો છે. તેઓ ભારત સરકાર સાથે જોડાયેલા બોર્ડનું પ્રતિનિધિત્વ કરે છે. વળી, અમેરિકી ફર્મ BCCIને એ સાબિત કરવામાં પ્રયત્ન કરી રહી છે કે CVC કેપિટલ્સે જે પ્રમાણે નાણાં રોક્યાં છે એ ગેરકાયદે નથી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.