12 કિલો વજન વધી જતાં નીરજ ચોપરાએ ખાસ ટ્રેનિંગ લેવાનું શરૂ કર્યું

Sports
Sports

ટોક્યો ઓલિમ્પિક 2020માં ગોલ્ડ મેડલ જીતી દેશનું નામ રોશન કરનારો જેવલિન થ્રોઅર નીરજ ચોપરા ફરી એકવાર એક્શનમાં જોવા મળ્યો છે. તેણે લાંબાગાળાના બ્રેક પછી ફરીથી પેરિસ ઓલિમ્પિકમાં ગોલ્ડ જીતવા માટે ટ્રેનિંગ શરૂ કરી દીધી છે. તેના કોચે ઈન્સ્ટાગ્રામમાં પ્રેક્ટિસ સેશનનો ખાસ વીડિયો શેર કર્યો હતો, જેના કેપ્શનમાં તેણે લખ્યું હતું કે પ્રયત્ન અને મહેનત વચ્ચે કોઈપણ વિકલ્પ હોતો નથી. તેણે જીમમાં વર્કઆઉટ સેશનમાં ભાગ લીધો હતો જેનો વીડિયો અત્યારે સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Neeraj Chopra (@neeraj____chopra)

અત્યારે નીરજ ચોપરા અમેરિકામાં છે અને પેરિસ ઓલિમ્પિક માટે ખાસ તૈયારી કરી રહ્યો છે. અત્યારે ત્યાં તે જીમમાં રોપ્સ વડે કસરત કરી રહ્યો છે. તેવામાં વચ્ચે મીડિયાના અહેવાલો પ્રમાણે નીરજનું વજન પણ ઘણું વધી ગયું હતું. તેવામાં પેરિસ ઓલિમ્પિક 2024 પહેલા તે ફરીથી ફિટ થઈ દેશ માટે ગોલ્ડ મેડલ જીતવા પ્રયાસ કરશે. આ સમયે નીરજ જેવી રીતે મહેનત કરી રહ્યો છે તેનો વીડિયો કોચે શૂટ કર્યો હતો


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.