ICC U19 વર્લ્ડ કપમાં અફઘાનિસ્તાન સેમી-ફાઇનલમાં પહોંચ્યું

Sports
Sports

અંડર-19 વર્લ્ડ કપમાં અફઘાનિસ્તાને શ્રીલંકાને ચાર રને હરાવ્યું હતું. આ સાથે અફઘાન ટીમે આ ટૂર્નામેન્ટની સેમી- ફાઇનલમાં સ્થાન મેળવી લીધું છે. અફઘાનિસ્તાન હવે 1 ફેબ્રુઆરીએ પ્રથમ સેમી-ફાઇનલમાં ઇંગ્લેન્ડ સામે ટકરાશે. જ્યારે બીજી સેમી-ફાઇનલમાં ભારતનો મુકાબલો પાકિસ્તાન સામે થઈ શકે છે. જોકે આ બંને ટીમે અત્યારસુધીમાં તેમની ક્વાર્ટર ફાઈનલ મેચ રમી નથી.

પાકિસ્તાનની ટીમ આજે ઓસ્ટ્રેલિયા સામે ક્વાર્ટર ફાઈનલ મેચ રમશે અને શનિવારે ભારતનો મુકાબલો બાંગ્લાદેશ સામે થશે. જો ભારતીય ટીમ બાંગ્લાદેશને હરાવે છે અને પાકિસ્તાન ઓસ્ટ્રેલિયા સામે જીતે તો આ બંને ટીમ સેમી-ફાઈનલમાં ટકરાશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.