અફઘાન, ટીમે ઈતિહાસ રચી દીધો : અફઘાનિસ્તાને પ્રથમ વખત ઓસ્ટ્રેલિયાને હરાવ્યું

Sports
Sports

T20 વર્લ્ડ કપની સુપર-8 સ્ટેજની આઠમી મેચમાં મોટો અપસેટ સર્જાયો છે. લો સ્કોરિંગ મેચમાં અફઘાનિસ્તાને 2021ની ચેમ્પિયન એવી ઓસ્ટ્રેલિયાને 21 રનથી હરાવ્યું છે. આ સાથે જ અફઘાન ટીમે ઈતિહાસ રચી દીધો છે. અફઘાનિસ્તાને ઓસ્ટ્રેલિયાને 127 રનમાં ઓલઆઉટ કરી દીધું હતું.

ઓસ્ટ્રેલિયાએ પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો અને અફઘાનિસ્તાનને 148 રન પર રોકી દીધું. પરંતુ કેપ્ટન મિચેલ માર્શની ટીમ આ નાના ટાર્ગેટને પણ ચેઝ કરી શકી નહોતી અને માત્ર 127 રન બનાવી શકી હતી. નવીન ઉલ હક અને ગુલબદ્દીન નઇબ આ જીતના હીરો બન્યા હતા. ગુલબદ્દીને 4 ઓવરમાં 4 વિકેટ લીધી હતી અને 20 રન આપ્યા હતા. નવીને તેની 4 ઓવરમાં 3 ઓસ્ટ્રેલિયન બેટર્સને આઉટ કર્યા હતા.

અફઘાનિસ્તાને ક્રિકેટના કોઈપણ ફોર્મેટમાં પ્રથમ વખત ઓસ્ટ્રેલિયાને હરાવ્યું છે. ઓસ્ટ્રેલિયાના આ પરાજય સાથે ભારતે હવે સેમિફાઈનલમાં પહોંચવા માટે ઓસ્ટ્રેલિયાને હરાવવું પડશે.

અગાઉ, ઓસ્ટ્રેલિયાના પેટ કમિન્સે આ વર્લ્ડ કપમાં સતત બીજી મેચમાં હેટ્રિક ઝડપી છે. તેણે રાશિદ ખાન, કરીમ જનત અને ગુલબદ્દીન નાઇબને આઉટ કર્યા હતા. તે એક જ વર્લ્ડ કપમાં હેટ્રિક લેનારો પહેલો બોલર બન્યો છે. તેણે છેલ્લી મેચમાં બાંગ્લાદેશ સામે હેટ્રિક લીધી હતી

અફઘાન તરફથી ગુરબાઝે સૌથી વધુ 60 રન બનાવ્યા હતા. તો ઇબ્રાહિમ ઝદરાને 51 રન બનાવ્યા હતા. બન્ને વચ્ચે પહેલી વિકેટ માટે 118 રનની પાર્ટનરશિપ થઈ હતી. તેમના સિવાય કરીમ જનતે 13 રન અને મોહમ્મદ નબીએ 10 અણનમ રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયા તરફથી પેટ કમિન્સે 3 વિકેટ ઝડપી હતી. એડમ ઝામ્પાએ બે વિકેટ લીધી હતી. માર્ક્સ સ્ટોઇનિસને એક વિકેટ મળી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.