૨૦૨૩નો ફિફા વિમેન્સ વર્લ્ડ કપ હવે ઓસ્ટ્રેલિયા-ન્યૂઝીલેન્ડમાં યોજાશે

Sports
Sports

નવી દિલ્હી,
૨૦૨૩માં યોજાનારો ફિફા વિમેન્સ ફૂટબોલ વર્લ્ડ કપની યજમાની ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડને સંયુક્તરરૂપે ફાળવવામાં આવી છે. વિશ્વમાં ફૂટબોલની રમતના સંચાલન માટેની સર્વોચ્ચ સંસ્થા ફિફાએ જાહેર કર્યું હતું કે વર્લ્ડ કપ યોજવા માટેની યજમાનીની દાવેદારીમાં ઓસ્ટ્રેલિયા-ન્યૂઝીલેન્ડને ૩૫માંથી ૨૨ મત પ્રાપ્ત થયા હતા. આમ તેઓ પોતાની દાવેદારમાં સફળ રહ્યા હતા અને તેમને યજમાનીના અધિકાર મળી ગયા હતા. આ બંને ઉપરાંત કોલમ્બયાને ૧૩ મત મળ્યા હતા.
હજી બે દિવસ અગાઉ જાપાન ફૂટબોલ ફેડરેશને પોતાની દાવેદારી પરત ખેંચી લીધી હતી. આમ થતાં ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ મજબૂત દાવેદાર બની ગયા હતા અને અગાઉથી જ એવી અટકળ થતી હતી કે તેમને યજમાની મળી રહેશે. અગાઉ એશિયન ફૂટબોલ ફેડરેશનના ચેરમેન શેખ સલમાન બિન ઇબ્રાહીમ અલ ખલીફાએ જાપાને દાવો પાછો ખેંચી લેતાં એશિયાના બાકીના તમામ દેશને ફિફા વિમેન્સ વર્લ્ડ કપ માટે ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડની તરફેણમાં મતદાન કરવાની વિનંતી કરી હતી.
આમ આ બંને દેશને એશિયાનો પણ સપોર્ટ મળી ગયો હતો. ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડે અગાઉ વિમેન્સ વર્લ્ડ કપનું આયોજન કર્યું નથી. આમ ૨૦૨૩માં તેઓ પહેલી વાર ફિફા વિમેન્સ ફૂટબોલ વર્લ્ડ કપ યોજશે. ૨૦૨૩ની દસમી જુલાઈથી ૨૦મી ઓગસ્ટ દરમિયાન આ ટુર્નામેન્ટ રમાનારી છે અને તેમાં અગાઉની ૨૪ની સરખામણીએ આ વખતે ૩૨ ટીમ ભાગ લેશે.

Tags


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.