હું હંમેશા ઈચ્છતો કે માર્ક વધારે સારું પ્રદર્શન કરેઃ સ્ટીવ વા

Sports
Sports

સિડની,
ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન સ્ટીવ વા અને તેના જાડિયા ભાઈ માર્ક વાની ગણના ઓસ્ટ્રેલિયાના મહાન બેટ્‌સમેનોમાં થાય છે. આ બંને ખેલાડીઓ વર્ષો સુધી ઈન્ટરનેશનલ ક્રિકેટ પર રાજ કર્યુ હતું. ૧૯૯૦ થી ૨૦૦૦ દરમિયાન આ બંને દિગ્ગજાની પરસ્પર તુલના થતી હતી. માર્ક વા સાથે સંબંધને લઈ સ્ટીવ વાએ ખૂલીને વાત કરી હતી. ઈંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન માઇકલ આથરટન સાથે સ્કાઇ સ્પોર્ટ પર વાતચીત દરમિયાન સ્ટીવ વાએ જણાવ્યું કે,
અમે શરૂઆતથી જ સાથે રહ્યા. એક જ ક્લાસમાં હતા. એક જ બેડરૂમમાં ૧૬ વર્ષ સુધી રહ્યા. અમે એક જ ટીમમાં હતા અને એક પ્રકારના કપડા પહેરતા હતા. અમારા બંનેમાં ઘણી સમાનતા હતી તેથી તુલના થાય તે સ્વાભાવિક હતી. તેણે આગળ , અમે બંને ભાઈઓ રમતમાં સારુ કરતા હતા. અમે બંનેએ રમતમાં સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યું. અમે બંને એકબીજાનો આદર કરતા હતા. હું હંમેશા ઈચ્છતો કે માર્ક વધારે સારું પ્રદર્શન કરે. જ્યારે તે ટેસ્ટ ટીમમાં નહોતો ત્યારે હું મેદાન પર કઈંક ખોવાઈ ગયું હોય તેમ અનુભવતો હતો.
અનેક રીતે અમારી વચ્ચે શાનદાર સંબંધ હતો. ભલે અમે બંને પરસ્પર ઓછી વાત કરતા હોઈએ પરંતુ જ્યારે મળીએ છીએ ત્યારે ઘણી ખુશી થાય છે. ઓસ્ટ્રેલિયા તરફથી ૧૬૮ ટેસ્ટ રમનારા સ્ટીવે ૫૦.૫૯ની સરેરાશથથી ૧૦,૯૨૭ રન બનાવ્યા છે. જેમાં ૩૨ સદી પણ સામેલ છે. જ્યારે વન ડે ક્રિકેટમાં સ્ટીવના નામે ૭,૫૬૯ રન છે. માર્ક વાએ ૧૨૮ ટેસ્ટમાં ૮,૦૨૯ રન બનાવ્યા છે. માર્કના નામે ટેસ્ટમાં ૫૯ વિકેટ પણ છે. જ્યારે વન ડેમાં તેણે ૮,૫૦૦ રન બનાવવાની સાથે ૮૫ વિકેટ પણ ઝડપી છે.

Tags


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.