હાર્દિક પંડ્યા એ કર્યા જારદાર ફ્લાઇંગ પુશઅપ્સ

Sports
Sports

નવી દિલ્હી,
ટીમ ઇન્ડયાના ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા છેલ્લાં ૯ મહિનાથી ક્રિકેટથી દૂર છે. પહેલાં કમરની ઇજાના લીધે સર્જરી અને પછી કોરોના વાયરસના લીધે ચાલી રહેલા લોકડાઉને તેને ઇન્ટરનેશનલ ક્રિકેટમાં વાપસીની તક જ આપી નહીં. પરંતુ હાલ પોતાના ઘરમાં બંધ પંડ્યાએ ક્રિકેટ માટે પોતાની પ્રેક્ટસ ફરીથી શરૂ કરી દીધી છે અને હવે તે ઘરના જીમમાં જ ઇન્ટેંસ વર્કઆઉટ કરી રહ્યો છે. તેણે ફેન્સની સાથે ફ્લાઇંગ પુશઅપ્સનો વીડિયો શેર કર્યો તો તેણે પોતાના મોટા ભાઇ કૃણાલને આમ કરવાની ચેલેન્જ આપી દીધી. પોતાની ઇજામાંથી ઉભા થયેલા હાર્દિકે પોતાના ઘરમાં બનેલા જીમમાં પરસેવો વહાવી રહ્યો છે. શનિવારના રોજ તેણે પોતાના જીમ સેશન દરમ્યાન એક એવી એક્સરસાઇઝનો વીડિયો શેર કર્યો જેને કોઇ પણ માટે ચેલેન્જ મનાય છે. આ વીડિયોમાં હાર્દિક ફ્લાઇંગ પુશ અપ્સ કરતાં દેખાઇ રહ્યા છે. તેના આ ફ્લાઇંગ ડિપ્સ એટલા મુશ્કેલ છે કે તેણે પોતાના ભાઇ કૃણાલને જ તેના માટે ચેલેન્જ આપી દીધી છે. હાર્દિક એ આ વીડિયોમાં આ ઇન્ટેંસ વર્કઆઉટના કુલ ૮ પુશઅપ્સ કર્યા. આ વીડિયોને શેર કરતાં તેમણે લખ્યું કે મજબૂત, ફિટર (ફિટ રહેનાર). નિર્માણ હજુ પણ ચાલુ છે. કૃણાલ પંડ્યા ભાઇ હું તમને ચેલેન્જ કરું છું કે તમે કેટલાં કરી શકો છો. તેની સાથે જ હાર્દિકે નખરાવાળા એક ઇમોજીને પણ બનાવ્યો છે. હાર્દિકનો આ વીડિયો જાઇ ઝારખંડના વિકેટકીપર બેટસમેન અને આઇપીએલમાં પંડ્યા બ્રધર્સના સાથી ખેલાડી ઇશાન કિશને પણ હાર્દિકને પૂછયું કે હાર્દિક પંડ્યા બાબા તમે આખરે કૃણાલ પંડ્યાને આ ચેલેન્જ કેમ આપી દીધી છે.

Tags


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.