સા.આફ્રિકા ક્રિકેટ બોર્ડમાં સાત લોકો કોરોના પોઝિટિવ

Sports
Sports

જાહાનિસબર્ગ,
સાઉથ આફ્રિકન ક્રિકેટ બોર્ડે કબૂલ્યું છે કે બોર્ડમાં કોરોના ટેસ્ટ કરાયા બાદ સાત લોકો કોરોનામાં પોઝિટિવ હોવાનું બહાર આવ્યું છે. બોર્ડના કેટલાક કર્મચારીઓ પર દેશભરમાં ૧૦૦થી વધુ ટેસ્ટ કરાવાયા હતા. વિવિધ ફ્રેન્ચાઇઝીની ટ્રેનિંગ ટીમો સહિતના પ્રોફેશનલ ખેલાડીઓના કરાર કર્યા હતા. જ્યારે સરકાર દ્વારા જાહેરાત કરાઈ હતી કે દેશવ્યાપી લોકડાઉનનાં સ્તર પર ફરીથી સંપર્ક વિનાની રમતગમત ફરી શરૂ થઈ શકે છે ત્યારે આ ટેસ્ટ કરાવાયા હતા.
બોર્ડના કાર્યકારી સીઇઓ જેક ફાઉલે હતુ કે અમે ચોક્કસ પોઝિટિવ પરિણામોની અપેક્ષા રાખતા હતા. સાત પોઝિટિવ ટેસ્ટ કુલ ૧૦૦ જેટલી વ્યક્તમાંથી આવ્યા છે આમ ટકાવારીની રીતે આ સંખ્યા ઓછી છે. જાકે તેમણે કોઈ ખુલાસો કર્યો નથી કે કોઈ ખેલાડીઓ કોરોના ટેસ્ટમાં પોઝિટિવ આવ્યા છે કે કેમ.
ફાઉલે જણાવ્યું હતું કે અમારો મેડિકલ એથિકલ પ્રોટોકોલ અમને એવા લોકો વિશેની માહિતી શેર કરવાની મંજૂરી આપતો નથી જેઓ પોઝિટિવ આવ્યા છે.કોરોનાથી વિશ્વભરમાં નવ કરોડથી વધુ લોકોને અસર પડી છે. બાંગ્લાદેશના ભૂતપૂર્વ કેપ્ટન મશરફે મોર્તઝા અને પાકિસ્તાનના ભૂતપૂર્વ કેપ્ટન શાહિદ આફ્રિદી વાયરસ માટે પોઝિટિવ આવનારા ક્રિકેટરોમાં છે. આ ઉપરાંત ઇગ્લેન્ડ જનારી પાકિસ્તાની ક્રિકેટ ટીમના ત્રણ ખેલાડીના ટેસ્ટ પણ પોઝિટિવ આવ્યા છે.

Tags


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.