ભારત, ઈંગ્લેન્ડ, પાક, ઓસ્ટ્રેલિયા આયોજન માટે તૈયાર

Sports
Sports

નવી દિલ્હી,
લંડન. ટી૨૦નું વર્તમાન ફોર્મેટ ફેન્સનું સૌથી મનપસંદ છે. અનેક દેશોમાં ટી૨૦ લીગ શરૂ થઈ ચૂકી છે. વિવિધ લીગની ચેમ્પયન ટીમોને તક આપવા માટે ૨૦૦૯માં ટી૨૦ ચેમ્પયન્સ લીગ શરૂ કરાઈ હતી. ૨૦૧૪ સુધી આ ચાલી, પરંતુ બ્રોડકાસ્ટંગ ઈશ્યૂ અને ઓછા પ્રશંસકોના કારણે તેને બંધ કરી દેવાઈ હતી. હવે ફરીથી તેના શરૂ થવાની સંભાવના છે. ભારત, ઈંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા-પાકિસ્તાન જેવા દેશની ક્લબ તેની તરફેણમાં છે. બધી ક્લબના ચીફ એક્ઝીક્્યુટીવ રિચર્ડ ગાઉલ્ડે કે, અમે ચેમ્પયન્સ લીગના પુનરાગમનથી ખુશ થઈશું. આ ક્લબ ક્રિકેટના પુનરાગમન જેવું છે. આઈપીએલ ટીમ રાજસ્થાન રોયલ્સના માલિક મનોજ બાદલેએ કે, ‘ચેમ્પયન્સ લીગ માટે સારી વાત એ છે કે, તે એક નાનકડી ટી૨૦ લીગને ઉદ્દેશ્ય આપે છે. તેને ફરીથી શરૂ કરવા ભારતીય બોર્ડનો સપોર્ટ જરૂરી છે.
આઈપીએલના પૂર્વ ચીફ ઓપરેટિંગ ઓફિસર સુંદર રમને કે, હું તેના પુનરાગમનને ટેકો આપું છું. ગાઉલ્ડે કે, ભલે કોમર્શિયલ મોડલ કામ ન કરતું હોય, પરંતુ બધાએ ભેગા મળીને ફરીથી ટૂર્નામેન્ટ કરાવવા તૈયાર થશે. મેં આઈપીએલ ટીમો સાથે આ અંગે ચર્ચા કરી છે. પાકિસ્તાન સુપર લીગ ટીમ મુલ્તાન સુલ્તાન્સના સહ માલિક અલી ખાને કે, ‘જા ઘરેલી ટીમો ઈન્ટરનેશનલ ટૂર્નામેન્ટ રમે છે તો આ એક રીતે ગેમ ચેન્જર સાબિત થશે.’ ઓસ્ટ્રેલિયા બિગ બેશ લીગ ટીમ મેલબર્નના હેડ નિક કમિન્સે કે, ‘ચેમ્પયન્સ લીગ એક સારો આઈડિયા છે, પરંતુ તેમાં થોડું આગળ વિચારવું પડશે. ટૂર્નામેન્ટથી કેરેબિયન પ્રીમિયર લીગ, પાક., ભારત, ઓસ્ટ્રેલિયાની લીગ ટીમોને પુનરાગમનની સારી તક મળશે.
ખેલાડીઓની ગ્લોબલ સંસ્થા ફીકાના હેડ ટોમ મોફેટે કે, આ એક સારું સુચન છે. તેના માટે શિડ્યુલ શોધવું જાઈએ. તેમણે કે, ‘ખેલાડી એ બાબતોને મહ¥વ આપે છે, જે સારું હોય અને જેની કોમર્શિયલ વેલ્યૂ હોય. આ સ્થતિમાં આઈસીસી અને બોર્ડે આ અંગે એક ગ્લોબલ સ્ટ્રક્ચર અંગે વિચારવાની જરૂર છે. શિડ્યુલને એ રીતે જ બનાવવું જાઈએ.આઈસીસીના પૂર્વ હેડ ઓફ સ્ટ્રેટજી જાન લોન્ગે કે, ક્્યાંક પહોંચીને ક્રિકેટમાં દેશોની નિર્ભરતા ઘટવી જાઈએ. તેના આયોજનથી ક્લબ ક્રિકેટને વેલ્યુએબલ બનાવી શકાય છે. લીગમાં આઈપીએલની ટોપ-૩ ટીમ ઉપરાંત અન્ય દેશની ચેમ્પયન ટીમને તક મળી શકે છે.
આ ૧૨ ટીમને તક મળી શકેઃ એશિયન ગ્રૂપ : મુંબઈ ઈન્ડયન્સ, ચેન્નઈ સુપરકિંગ્સ, દિલ્હી કેપિટલ્સ, મુલ્તાન સુલ્તાન્સ (પાક.), કોલંબો (શ્રીલંકા), રાજશાહી રોયલ્સ (બાંગ્લાદેશ)
વર્લ્ડ ગ્રૂપ ઃ સિડની સિક્સર્સ (ઓસ્ટ્રે.), રોક્સ (દ. આફ્રિકા), બારબાડોસ (વિન્ડીઝ), એસેક્સ (ઇંગ્લેન્ડ), વેલિંગટન (ન્યૂઝીલેન્ડ), યુરો ટી૨૦ સ્લેમ ચેમ્પયન.

Tags


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.